ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ યુવક-યુવતી પરિચય સંમેલન સંપન્ન

ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ યુવક-યુવતી પરિચય સંમેલન સંપન્ન
ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બ્રહ્મ યુવક-યુવતી પરિચય સંમેલન સંપન્ન
ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાટીયા બોર્ડીંગ ખાતે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ યુવક-યુવતી પરિચય સંમેલનનું હાઈટેક આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી અંદાજે 800 જેટલા ઉમેદવારો સહભાગી બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભુવનેશ્ર્વરીપીઠ ગોંડલના આચાર્ય ઘનશ્યામજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, રોલેકક્ષ બેરીંગવાળા મનીષભાઈ મદેકા, બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની ટ્રસ્ટના સર્વે પ્રવિણભાઈ જોષી, પંકજભાઈ રાવલ, જે.પી. ત્રીવેદી, મધુકરભાઈ ખીરા, જનાર્દનભાઈ આચાર્ય, બાર્લેન્દ્રુભાઈ જાની, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદના પ્રમુખ તરૂણભાઈ મહેતા, હાઈકોર્ટ જસ્ટીશ અશોકભાઈ જોષી તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.લગ્નોત્સુક બ્રાહ્મણ યુવક યુવતિઓ માટે સુપાત્ર ઉમેદવારની શોધ માટે વાલીઓની ચિંતા દુર કરવા માટે પ્રતિવર્ષ યોજાતા આ પરિચય સંમેલનોની શ્રૃંખલામાં આ 11માં સંમેલનની વિશિષ્ટતા એ હતી કે દિકરીઓને સ્ટેજ સંકોચ ન રહે તે માટે ઈનકેમેરા હાઈટેક પરિચય કાર્યક્રમ યોજાયો હતો તેમજ યુવતીઓને તેમાં ફી એન્ટ્રી રખાઈ હતી.

Read About Weather here

આ હાઈટેક પરિચય સંમેલનમાં સરકારી વકીલ સમિરભાઈ ખીરા તેમજ સંજયભાઈ જોષીની નિશ્રામાં ઈનકેમેરા યુવક યુવતીઓએ પોતાનો પરિચય ઓનલાઈન રજુ કર્યો હતો. જે હોલમાં બેઠેલા ઉમેદવારોના વાલીઓએ બીગ સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ નિહાર્યુ હતું. આ તકે વિક્રમભાઈ પંચોલી, હર્ષભાઈ વ્યાસ, જયેશભાઈ આર.ભટ્ટનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સન્માન કરાયું હતુ. જયારે કાર્યક્રમની સફળતા માટે કમલેશભાઈ જોષી, મહેન્દ્રભાઈ રાવલ, લલીતભાઈ ઉપાધ્યાય, ધર્મેશ પંડયા, નિલેશભાઈ ત્રિવેદી, પરાગભાઈ ભટ્ટ, લલીતભાઈ રાવલ, મુન્ની દવે, સુરભીબેન આચાર્ય, નિલમબેન તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here