રાજકોટના જામનગર રોડ પાસે આવેલ ક્રિષ્ના ગ્રાઉન્ડ પર પરશુ બ્રહ્મ યુવા દ્વારા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોળ અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. સતત ચાર દિવસ ટુર્નામેન્ટ ચાલી, જેમાં સેમી ફાઈનલ ભૂદેવ સેવા સમિતિ ઈલેવન તથા બ્રહ્મ સેના ઈલેવન વચ્ચે રમાયેલ હતો. જેમાં ભૂદેવ સેવા સમિતિ ભવ્ય વિજય હાંસલ કરી દબદબાભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા હાફમાંથી મહાકાલ ઈલેવન આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ત્યાર ત્યારબાદ ફાઈનલ મેચની શરૂઆત આતશબાજીથી કરવામાં આવી હતી. ફાઈનલમાં ટોસ જીતી ભૂદેવ સેવા સમિતિ ઈલેવનને બેટીંગ આપ્યું હતું. જેમાં ભૂદેવ સેવા સમિતિ ઈલેવને 80 રનનો ટાર્ગેટ આપેલ હતો. જેમાં મહાકાલ ઈલેવન 12 ઓવરના અંતે 76 2ન બનાવી શકી હતી અને ભૂદેવ સેવા સમિતિ ઈલેવન ચાર રને ભવ્ય વિજય મેળવેલ હતો અને પ ‘ચેમ્પીયન’ બની ટ્રોફી પર કબ્જો જમાવેલ હતો.આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ટુર્નામેન્ટ -ભૂદેવ સેવા સમિતિના મિલન જોષી, ‘મેન ઓફ ધી સીરીઝ’ ભૂદેવ સેવા સમિતિના નિલેશ વ્યાસને મળેલ.
Read About Weather here
ટુર્નામેન્ટના બેસ્ટ બોલરની ટ્રોફી વિઠ્ઠલભાઈ રાવલને મળી હતી.ભૂદેવ સેવા સમિતિ ઈલેવન ટીમમાં તેજસ ત્રિવેદી, મિલન જોષી, નિલેશ વ્યાસ, અમિત ત્રિવેદી, વિશાલ રાજગોર, વિજયભાઈ રાજગોર, દર્શન રાવલ, સમય પંડયા, પંકજ મહારાજ, વિઠ્ઠલભાઈ રાવલ, અજયભાઈ શુકલા, મેહુલભાઈ ભટ્ટ એ સતત ચાર રાત્રી ક્રિકેટ રમી અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ટાઈટલ જીતી ચેમ્પિયન બનેલ્ટ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here