ઓપન ગુજરાત આંતર જીલ્લા બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

ઓપન ગુજરાત આંતર જીલ્લા બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ
ઓપન ગુજરાત આંતર જીલ્લા બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

આજે પાંચ મેચ રમાયા: વલસાડે 8-2થી રાજકોટને હરાવ્યું

ઓપન ગુજરાત ફક્ત લેડીઝ માટે આંતર જીલ્લા બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટનો આજ તા. 19 થી પ્રારંભ થયેલ છે. ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજીત અને રાજકોટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના સહયોગથી આ ટુર્નામેન્ટ સ્વ.ગુલાબ ચૌહાણના સ્મરણાર્થે આયોજીત કરવામાં આવેલ છે. ઉદ્ઘાટન સમારંભમાં આજના પ્રથમ દિવસે ઓપનીંગ સેરેમની કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ગુણવંતભાઈ ડેલાવાળા જીવણસિંહ બારડ, ડી.વી.મહેતા, રાજદીપસિંહ જાડેજા, ગુજરાત મહિલા ફૂટબોલ કોચ લલીતાબેન સૈની વગેરે ઉપસ્થિત રહેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજરોજ પાંચ મેચ રમાડવામાં આવેલ હતા. (1) પાટણે 11-0 થી બનાસકાંઠાને હરાવેલ (2) વડોદરા એ 6-0 થી ગાંધીનગરને હરાવેલ (3) અમદાવાદે 40-0 બોટાદને હરાવેલ (4) છોટાઉદેપુરે 20-0 થી સુરતને હરાવેલ (5) વલસાડે 8-2 થી રાજકોટને હરાવેલ હતા.આવતીકાલે પાંચ મેચ રમાશે. સવારથી સાંજ સુધીમાં ગાંધીનગર અને પાટણ વચ્ચે,બનાસકાંઠા અને વડોદરા વચ્ચે, છોટાઉદેપુર અને અમદાવાદ વચ્ચે, બોટાદ અને સુરત વચ્ચે, વલસાડ અને ભાવનગર વચ્ચે મેચ રમાડવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper here

સમ્રગ ટુર્નામેન્ટ દરમિયાન મેચ કમિશનર તરીકે અમૃતલાલ બૌરાસી અને જયેશભાઈ કનોજીયા સેવા આપશે. રેફ્રી એએસર તરીકે અજયભાઈ આચાર્ય સેવા આપશે.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાની આગેવાની નીચે રોહિતભાઈ બુંદેલા, ડી.વી. મહેતા, બી.કે. જાડેજા, લાલસિંહ ચૌહાણ, દીપકભાઈ યશવંત, મુનાભાઈ, રોહિતભાઈ પંડિત, અજયભાઈ ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ રાજકોટ ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ યાદીમાં જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here