ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનની 10 ટ્રિપ્સ દોડાવાશે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા સ્પેશિયલ ઓખાથી દર મંગળવારે 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાઈ રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 18મી એપ્રિલથી 16 મે સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી દર બુધવારે 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલથી 17મી મે સુધી ચાલશે.

Read About Weather here

આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, અલવર અને રેવાડી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેનનું બુકિંગ 18 માર્ચથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here