એલિયન જેવો બનવા 37 લાખનો ધુમાડો કર્યો…!

એલિયન જેવો બનવા 37 લાખનો ધુમાડો કર્યો...!
એલિયન જેવો બનવા 37 લાખનો ધુમાડો કર્યો...!
સુંદર દેખાવાની ચાહમાં લોકો તમામ હદ પાર કરી દે છે. લાખો રૂપિયા ખર્ચીને કોસ્મેટિક સર્જરીથી લઈને બોટોકસ ઇન્જેક્શનની મદદ લે છે. વિનીને બાળપણથી બીજા ગ્રહ પર રહેતા લોકોમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. તેની પર રિયલ લાઈફ એલિયન બનવાનું ભૂત સવાર હતું.

Visit Saurashtra Kranti Homepage here

10 વર્ષ પછીના વિનીને ઓળખવો પણ મુશ્કેલ બની ગયો છે.  આજે એક એવા મેકઅપ આર્ટિસ્ટ વિશે વાત કરીએ કે તેણે પોતાનો દેખાવ એલિયન જેવો કરવા માટે 100થી પણ વધારે કોસ્મેટિક સર્જરી કરાવી 37 લાખથી વધારે રૂપિયાનો ધૂમાડો કર્યો.

એલિયન જેવો બનવા 37 લાખનો ધુમાડો કર્યો...! એલિયન

અમેરિકામાં લોસ એન્જલસમાં રહેતો 27 વર્ષીય વિની ઓહ પોતે મેકઅપ આર્ટિસ્ટ છે. પોતાને જેન્ડરલેસ બનાવવા માટે 17 વર્ષની ઉંમરથી કોસ્મેટિક સર્જરી કરાવવાનું શરુ કરી દીધું હતું.એટલું જ નહીં પણ તદ્દન એલિયન જેવા લુક માટે વિની બ્લેક કલરના કોન્ટેક્ટ લેન્સ પહેરે છે.

પોતાના દેખાવ વિશે વિનીએ ન્યૂઝવેબસાઈટના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારે સેક્સલેસ એલિયન બનવું હતું. મારે હાઈબ્રીડ બનવું હતું, કોઈ પુરુષ કે સ્ત્રી નહીં. 17 વર્ષની ઉંમરથી સેક્સલેસ અને જેન્ડરલેસ બનવાની ઈચ્છા જાગી. મેં ડોક્ટરને વાત કરી પણ તે શક્ય નહોતું.

એલિયન જેવો બનવા 37 લાખનો ધુમાડો કર્યો...! એલિયન

ઘણા વર્ષો પછી મને ખબર પડી કે હું ગે, લેસ્બિયન કે ટ્રાન્સજેન્ડર નથી. મારે મારી જાતને કોઈ લેબલ આપવું નથી. હું જે છું તે આ છું. ઘણા લોકોને એવું લાગે છે કે હું પુરુષમાંથી સ્ત્રી બની ગયો પણ આ વાત ખોટી છે.

ઘણા લોકોને વિનીનો વિચાર ગમ્યો ઘણાએ તેના લુકને ડરામણો કહ્યો. જો કે, આ બધી કમેન્ટથી વિનીને કોઈ ફર્ક પડતો નથી. સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઈંગ ઘણું સારું છે.

Read About Weather here

17 વર્ષની ઉંમરે વિનીએ લિપ સર્જરી કરી હતી. એ પછી સર્જરીનું કામ ચાલુ જ રહ્યું. વિનીને આઇબ્રો નથી અને લિપ્સ પણ દેખાવમાં અલગ લાગે છે. મેકઅપ આર્ટિસ્ટને તેના લુક માટે લોકોની મિક્સ કમેન્ટ મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here