એર ઇન્ડિયાની ઘર વાપસી, રૂ. 18 હજાર કરોડમાં ટાટાને વેચાણ

એર ઇન્ડિયાની ઘર વાપસી, રૂ. 18 હજાર કરોડમાં ટાટાને વેચાણ
એર ઇન્ડિયાની ઘર વાપસી, રૂ. 18 હજાર કરોડમાં ટાટાને વેચાણ

ટાટા સન્સ કંપનીએ સૌથી વધુ રકમની બોલી લગાવી વિમાન કંપની મેળવી: 68 વર્ષનાં લાંબાગાળા બાદ પોતાની જ કંપની ટાટાગ્રુપ દ્વારા વેચાતી લેવાઈ: વર્તમાન કર્મચારીઓને એક વર્ષ સાચવવાની ખાતરી બાદમાં વીઆરએસ અપાશે

દેશની સૌથી અગ્રીમ આંતર રાષ્ટ્રીય નાગરિક ઇન્ડિયન કંપની હવે ટાટા કંપનીને પ્રાપ્ત થઇ ગઈ છે. ટાટા સન્સ કંપની દ્વારા રૂ. 18 હજાર કરોડની બોલી લગાવીને એર ઇન્ડિયાનો કબ્જો પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે સતત ખોટ કરતી અને જંગી દેવાના ભારથી દબાયેલી એર ઇન્ડિયાએ મૂળ ઘરમાં વાપસી કરી છે.

સરકાર વર્ષોથી કરદાતાઓનાં કિંમતી નાણા વેરીને એર ઇન્ડિયાને ટકાવી રહી હતી. છેવટે એર ઇન્ડિયાની સ્થાપના કરનાર ટાટા કંપનીને એર ઇન્ડિયાનું વેચાણ કરી દેવામાં આવ્યું છે.

ટાટા સન્સ કંપનીએ એર ઇન્ડિયા એર લાઈન્સને વિશ્ર્વ કક્ષાની સર્વોતમ કંપની બનાવવાની ખાતરી આપી છે.

કેન્દ્ર સરકારનાં બજેટમાં સતત વધતી જતી ખાધની ખાઈ બુરવા માટે મહત્વની અને મહાકાય સરકારી કંપનીઓનું વેચાણ કરી નાણા ઉભા કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાંબાગાળાની યોજનામાં એર ઇન્ડિયાનો સોદો સૌથી મોટો અને મહત્વનો ગણાય છે.

ટાટા સન્સ દ્વારા આ ત્રીજી એર લાઈન્સનું સંચાલન કરવામાં આવ્યું છે. એર ઇન્ડિયા હસ્તક લેવાતી ટાટા સન્સને 100 થી વધુ વિમાનો મળશે. હજારો તાલીમબધ પાઈલોટ અને કર્મચારીઓની સેવા મળશે.

એર ઇન્ડિયા વિશ્ર્વભરમાં ઉતરાણ અને પાર્કિંગની પોતાની જગ્યા ધરાવે છે એ પણ ખૂબ કિંમતી માનવામાં આવે છે. સરકારી અધિકારીઓની સમિતિએ ટાટા સન્સની બોલી મંજુર રાખી હતી અને કેબીનેટને ભલામણ કરી હતી.

મંત્રી મંડળે પણ ટાટા સન્સની બોલીને મંજૂરીની મહોર લગાવી દીધી હતી. સરકાર સાથેનાં કરાર મુજબ એર ઇન્ડિયા પરનો રૂ. 15300 કરોડનો કરજનો બોજ ટાટા કંપની ઉપાડી લેશે અને સરકારને રૂ. 2700 કરોડ રોકડની ચુકવણી કરશે.

તમામ કર્મચારીઓને કંપનીએ કમસેકમ એક વર્ષ માટે નોકરી પર ચાલુ રાખવાના રહેશે. એર ઇન્ડિયાની જમીનો અને દફતરોની માલિકી સરકાર પાસે રહેશે. એર ઇન્ડિયા પાસે અત્યારે 117 વિમાનોનો કાફલો છે.

1932 માં એર ઇન્ડિયા વિમાન કંપનીની સ્થાપના ટાટાગ્રુપનાં માંધાતા જેઆરડી ટાટાએ કર્યું હતું. સોદો થઇ ગયા બાદ એટલે જ રતન ટાટાએ ટવીટ કર્યું હતું કે, એર ઇન્ડિયા ફરી આપનું સ્વાગત છે.

Read About Weather here

એર ઇન્ડિયાનાં નવા માલિકો હાલનાં તમામ કર્મચારીઓને એક વર્ષ પછી વીઆરએસ ની તક આપે તેવી શક્યતા છે. તમામ કર્મચારીઓની ગ્રેચ્યુએટી, પેન્શન ફંડ અને નિવૃત્તિ પછીનાં તમામ તબીબી લાભ કર્મચારીઓને આપવાની કંપનીએ ખાતરી ઉપચારી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here