એક વ્‍યકિત વર્ષમાં પીવે છે 3781 લિટર પાણી, આટલું તો એક જિન્‍સ પેન્‍ટ બનાવવામાં વપરાય છે

એક વ્‍યકિત વર્ષમાં પીવે છે 3781 લિટર પાણી, આટલું તો એક જિન્‍સ પેન્‍ટ બનાવવામાં વપરાય છે
એક વ્‍યકિત વર્ષમાં પીવે છે 3781 લિટર પાણી, આટલું તો એક જિન્‍સ પેન્‍ટ બનાવવામાં વપરાય છે
યુએનના એનવાર્યમેન્‍ટ પ્રોગ્રામના જણાવ્‍યા મુજબ એક માણસ વર્ષમાં ૩૭૮૧ લિટર પાણી પીવે છે. વધતી જતી ફેશનના કારણે ૧૯૮૦ની સરખામણીમાં વિશ્વમાં ૪૦૦ ગણા કપડા ખરીદાય છે.  આટલું પાણી માત્ર એક જિન્‍સ તૈયાર કરવામાં વપરાઇ જાય છે.પોલિએસ્‍ટર અને એક્રેલિક જેવા સિન્‍થેટિક ફાઇબર્સ પ્‍લાસ્‍ટિક પોલિમર્સથી બને છે. સિન્‍થેટિક કાપડમાં માત્ર એક્રેલિકને જ રિસાયકલ કરી શકાય છે પરંતુ આ પ્રક્રિયા આના કરતા પણ જટિલ હોવાથી પ્રચલિત બની નથી.કપડાને રંગવા માટે એક વર્ષમાં ૨૦ હજાર ટન પાણીનો ઉપયોગ થાય છે. ત્‍યાર પછી આ પાણી નદી-નાળાં વહીને પ્રદૂષણ ફેલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

એક માહિતી મુજબ તો જિન્‍સ પેન્‍ટના માપનું જીન્‍સ કાપડ બનાવવામાં વિવિધ તબક્કે હજારો લિટર પાણીનો વપરાશ થાય છે. જીન્‍સ ધોવા કે ડ્રાયકલીન કરવામાં એક બલ્‍બ એક હજાર કલાક સુધી ચાલે તેટલી વીજળી વપરાય છે. અમેરિકામાં દર વર્ષે ૪૫ કરોડ જિન્‍સનું વેચાણ થાય છે.અમેરિકા જેવા વિકસિત દેશનો સરેરાશ નાગરીક વર્ષમાં ૭૦ જેટલા કપડા ખરીદે છે. આ હિસાબે એક વ્‍યકિત સરેરાશ પાંચ કે છથી વધારે સમય એક કપડા પહેરતો નથી. બદલાતી જતી ફાસ્‍ટ ફેશનના કારણે કપડાના ઝડપી ઉત્‍પાદનથી વધતા જતા પ્રદૂષણ સામે અમેરિકામાં પણ વિરોધ થવા લાગ્‍યો છે.

Read About Weather here

વિકસિત દેશો પણ પ્રદૂષણથી બચવા માટે વિકાસશીલ દેશોમાં જીન્‍સ ઉત્‍પાદન કરવા લાગ્‍યા છે.આથી બાંગ્‍લાદેશ, ભારત અને થાઇલેન્‍ડ જેવા દેશોમાં સસ્‍તી કિંમતના કપડાનું મેન્‍યુફેકચરિંગ કામ વધતું જાય છે. કપડાની બ્રાંડ કંપનીઓએ રિસાઇકલ માટે કપડા આપો અને નવા કપડાની ખરીદીમાં ડિસ્‍કાઉન્‍ટ મેળવો એવી ઓફરો પણ શરુ કરી છે.આ જુના કપડા રીસેલના નામે આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોના માર્કેટમાં આવે છે.એક માહિતી મુજબ જો કે શુધ્‍ધ કોટન અને અન્‍ય કપડાની કારગત રિસાઇકલિંગ ટેકનિક વિકસાવી શકાઇ નથી.અત્‍યારે જે પણ કપડા બને છે તે વિવિધ પ્રકારના રેસાઓ ભેગા કરીને બનાવવામાં આવે છે. કોટન સાથે પોલિએસ્‍ટર,વિસ્‍કસ,રેયોન વગેરે અંદર વણવામાં આવેલા રેસાઓને છુટા પાડવા સહેલું કામ હોતું નથી. હાલમાં વિકસિત દેશોના જુના કપડાનો આફ્રિકા અને એશિયાના દેશોમાં ઢગલો થઇ રહયો છે. વિશ્વમાં વિવિધ કપડામાંથી માત્ર ૧ ટકો જ રિસાઇકલ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here