એક ભાઇએ બીજા ભાઇની હત્યા કરી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મોબાઈલ ગેમ્સ રમવા બાબતે થયેલા મનદુ:ખમાં કિશોરે પોતાના પિતરાઈ ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દેવાની ચકચારી ઘટના આજે ખેડા જિલ્લામાં પ્રકાશમાં આવી છે. ખેડા તાલુકાના ગોબલેજ ગામે બનેલા બનાવથી સમગ્ર  ચકચાર મચી જવા પામી છે. ખેડા ટાઉન પોલીસે આ સંદર્ભે કિશોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના દામસાથ ગામના અને હાલ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં પીક એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. પાસે રહેતા 34 વર્ષિય જીતમલ ઝીથરા વાલહી દામસાથના 12 વર્ષિય પુત્ર વિઝેશની  થઈ છે. જીતમલ પોતાના ભાઈ સાથે અહીંયા રહી ગુજરાન ચલાવે છે. વિઝેશ અને તેના કાકાનો 16 વર્ષિય દીકરો બંન્ને ગઈકાલે બુધવારે 22મી મેના રોજ સાંજે પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતઘરેથી નીકળેલા આ બંન્ને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી.  16 વર્ષિય કિશોરની ભાળ મળતાં તેણે પોતાના માવતર સામે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આ કિશોરે પોતાના પિતરાઈ ભાઈ વિઝેશની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આ બંન્ને કિશોર પૈકી એક જોડે એન્ડ્રોઇડ ફોન હતો. જેમાં આ બંન્ને પિતરાઈ ભાઈ વારાફરતી ફ્રી ફાયર ગેમ રમતા હતા.

Read About Weather here

આ દરમિયાન  પિતરાઈ ભાઈઓ ગેમ રમવાના વારા અંગે મનદુ:ખ થતા કિશોરે પોતાના પિતરાઈ ભાઈ વિઝેશને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો. જેના કારણે વિઝેશ ત્યાં સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. પથ્થર મારનારા કિશોરે માની લીધું હતું કે વિઝેશ મૃત્યુ પામ્યો છે. જેથી આસપાસ કોઈ ન હોવાથી તે પણ ગભરાઈ ગયો  અને બેભાન પિતરાઈ ભાઈના હાથ તારથી બાંધી પથ્થર સાથે તેને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો. જ્યાં બેભાન વિઝેશનું કુવાના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આમ સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા જીતમલ ઝીથરા વાલહી દામસાથે ખેડા ટાઉન પોલીસને આ બનાવની જાણ કરી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક કિશોરના  કુવામાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે પોલીસે કિશોર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here