સાઉથ ઝોન-2 કુલ 784 પોઇન્ટ સાથે ચેમ્પિયન, ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન 66 પોઇન્ટ સાથે ફર્સ્ટ રનર-અપ અને નોર્થ ઝોન-2, 55 પોઇન્ટ સાથે સેક્ધડ રનર-અપ
જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સની જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો અને એક્રોલોન્સ કલબના સહયોગથી તા.21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાયેલ એક્રોલોન્સ સી.બી.એસ.ઈ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપનો રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે તા.24 જાન્યુઆરી, મંગળવારના રોજ સાંજે પૂર્ણાહુતિ સમાંરભ યોજાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં રાજકોટના નામાંકિત અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મહાનગરપાલિકાના કમિશનર અમિતભાઈ અરોરા, સોનમ ક્વાર્ટસ લિ.ના ચેરમેન જયેશભાઈ શાહ, ક્લાસિક ગ્રુપના એમ.ડી સ્મિતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ એક્રોલોન્સ નેશનલ સી.બી.એસ.ઈ ચેમ્પિયનશિપને સફળ બનાવવામાં સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વાઈસ પ્રેસીડન્ટ કમલેશ નાણાવટી, સેક્રેટરી રાજકુમાર ગુપ્તા, અને સમગ્ર ટેકનિકલ ટીમનું ખાસ સન્માન કરવામાં આવેલું. આ પ્રસંગે રાજકોટ સ્વિમિંગ એસોસિએશનના તમામ હોદ્દેદારોને પણ સન્માનિત કરવામાં આવેલા. આ ઉપરાંત જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સની ઓર્ગેનાઈઝીંગ ટીમ, લોજીસ્ટીક ટીમ તેમજ રજીસ્ટ્રેશન ટીમનું પણ ખાસ સન્માન કરવામાં આવેલું. રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસોસિએશનના બંકિમભાઈ જોષી, નિમીશભાઈ ભારદ્વાજ, અમિતભાઈ સોરઠીયા, મૌલીકભાઈ, પ્રકાશભાઈ કલોલા, દિનેશભાઈ પટેલએ આ નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપને સફળ બનાવવામામ સહયોગ આપ્યો હતો. આ સાથે જ જીનિયસ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જેમણે આ આખી ચેમ્પિયનશિપનું ઓન ફલોર મેનેજમેન્ટ કરેલું, તે તમામને મહાનુભાવો અને સ્પર્ધકોએ બિરદાવ્યા હતા.
આ પૂર્ણાહુતિ સમારંભમાં રાજકોટ જિલ્લા કલેકટર ડો. અરૂણ મહેશ બાબુએ આયોજનની ઉત્કૃષ્ટતાને બિરદાવી હતી અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન પણ રાજકોટના આંગણે થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિજેતા ટીમને ખુબ પ્રોત્સાહિત કરેલ. આ પ્રસંગે સ્વિમિંગ ચેમ્પિયનશિપ ઇવેન્ટના ચેરમેન ડી. વી. મહેતાએ તમામ સ્પર્ધકો, વિજેતાઓ, તેમના વાલીઓ, કોચ મેનેજર્સ, ટેકનિકલ ટીમ, સી.બી.એસ.ઈ ઓફીશ્યલ્સ, રાજકોટ સ્વિમિંગ એસોસિએશનના તમામ હોદ્ેદારો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એ.આર.શાહ હોમિયોપેથી કોલેજ, રાજકોટ પોલીસ વગેરેનો ખાસ આભાર માનેલ અને ભવિષ્યમાં પણ આવી રાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટ યોજવાની કટીબધ્ધતા દર્શાવી હતી.
Read About Weather here
આ સી.બી.એસ.સી નેશનલ ચેમ્પિયનશિપમાં ઓવરઓલ પરિણામો જોઈએ તો સાઉથ ઝોન-2 કુલ 784 પોઇન્ટ સાથે ચેમ્પિયન રહ્યું હતું. જ્યારે ફાર ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન 66 પોઇન્ટ સાથે ફર્સ્ટ રનર-અપ અને નોર્થ ઝોન-2, 55 પોઇન્ટ સાથે સેક્ધડ રનર-અપ રહ્યું હતું. આ સમગ્ર ચેમ્પિયનશિપના ભવ્ય અને સફળ આયોજનમાં સહયોગ પુરો પાડવા બદલ જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતાએ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો.નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપના સફળ આયોજનમાં સ્વિમિંગ ચેમ્પીયનશિપ ઇવેન્ટના ચેરમેન ડી. વી. મહેતા, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડિમ્પલબેન મહેતા, ઇવેન્ટ કો-ઓર્ડીનેટર મનિન્દર કેશપ, તેમજ જોઇન્ટ સેક્રેટરી દર્શનભાઇ પરીખ અને સમગ્ર જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here