રિપોર્ટ્સ પ્રમાણે, બુધવાર છ જુલાઈના રોજ ઓડિશાના રાઉરકેલાની બસંત કોલોનીમાં આવેલા ઘરમાં સંતોષ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. લોકપ્રિય ઓડિશા એક્ટ્રેસ રશ્મિરેખા ઓઝાએ થોડાં દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. હવે રશ્મિરેખાના બોયફ્રેન્ડ સંતોષ પાત્રાએ પણ સુસાઇડ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોલીસે સંતોષ પાત્રાની પ્રેમિકા રશ્મિરેખાના મોત અંગે પૂછપરછ કરી હતી. માનવામાં આવે છે કે સંતોષે 5 જુલાઈની મોડી રાત્રે આત્મહત્યા કરી હતી. સંતોષને રૂમમાં લટકતો જોયા બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.


Visit Saurashtra Kranti Homepage here
આ ઘટનાની જાણ થતાં પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.સંતોષની માતાએ કહ્યું હતું કે દીકરો ગર્લફ્રેન્ડના મોત બાદથી ડિપ્રેશન તથા માનસિક રીતે હેરાન હતો. આથી જ તેણે આ ગંભીર પગલુંભર્યું છે. સંતોષે અનેકવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ દર વખતે તેને સાંત્વના આપતા હતા. જોકે, પોલીસ સ્ટેશનમાંથી પરત ફર્યા બાદ તેણે રશ્મિરેખાના મોત અંગે વધુ પડતું વિચારવાનું શરૂ કર્યું અને અંતે તેણે આ પગલું ભર્યું.
15 દિવસ પહેલાં 23 વર્ષીય એક્ટ્રેસ રશ્મિરેખાની લાશ ઓડિશાના ભુવનેશ્વરના નયાપાલી વિસ્તારમાંથી ભાડેના ઘરમાં પંખા સાથે લટકતી મળી હતી. રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીના મોત માટે સંતોષ પાત્રા જવાબદાર છે. રશ્મિરેખા પ્રેમી સંતોષ સાથે લિવ-ઇનમાં રહેતી હતી.મીડિયા સાથેની વાતચીતમાં રશ્મિરેખાના પિતાએ કહ્યું હતું કે દીકરીના મોતની જાણ સંતોષે કરી હતી. શનિવાર, 18 જૂનના રોજ અનેક ફોન કૉલ કર્યા હતા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. રશ્મિના મકાનમાલિકે કહ્યું હતું કે સંતોષ ને રશ્મિ બંને પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. તેમને આ વાતની કોઈ માહિતી નથી.
Read About Weather here
રશ્મિરેખા ઓડિશા ટીવી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે ટીવી સિરિયલ ‘કેમિતિ કહિબી કહા’ના રોલ માટે જાણીતી બની હતી.રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસે કહ્યું હતું કે 23 વર્ષીય એક્ટ્રેસનું 18 જૂનના રોજ મોત થયું હતું. તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. સૂત્રોના મતે, રશ્મિરેખા ઓડિશાના જગતસિંહપુરના જિલ્લાના તિરતોલ વિસ્તારમાં રહેતી હતી. તે અહીં છેલ્લા દોઢ મહિનાથી બોયફ્રેન્ડ સંતોષ પાત્રા સાથે ભાડાના ઘરમાંથી રહેતી હતી. જોકે છેલ્લા થોડા દિવસથી બંને અલગ રહેતાં હતાં.હાલમાં આ સુસાઇડનો કેસ લાગે છે. સુસાઇડ નોટમાં એક્ટ્રેસે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેઓ કેસની તપાસ કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here