એક્ટ્રેસ નારાજ

એક્ટ્રેસ નારાજ
એક્ટ્રેસ નારાજ
તાજેતરમાં જ સારા અલી ખાન ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી અને પોઝ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફોટોગ્રાફર્સ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સને ‘નમસ્તે’ કહેવાનું ભૂલતી નથી. બુધવાર, 20 એપ્રિલની રાત્રે સારા અલી ખાન મુંબઈમાં સેટ પરથી જતી હતી. આ સમયે કેટલાંક ફોટોગ્રાફર્સ ભેગા થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ફોટોગ્રાફર્સને જોતા જ સારાએ સ્માઇલ આપી હતી. સારા કેમેરામેનથી ઘેરાઈ ગઈ હતી. સારા પિક્ચરની લાલચમાં એક ફોટોગ્રાફરે અકસ્માતે સારાને ધક્કો મારી દીધી હતો. આ વાતથી સારા ઘણી જ નારાજ થઈ હતી. તેણે તરત જ પોતાનો મૂડ બદલી નાખ્યો હતો અને ફોટોગ્રાફર્સ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.ફોટોગ્રાફર્સે સારાને પોઝ આપવા માટે વિનંતી કરી હતી. સારાએ ના પાડી હતી અને કહ્યું હતું, ‘ફિર આપ લોગ ધક્કા મારતે હો ઐસે’ (પછી તમે લોકો આ રીતે ધક્કો મારો છો) સારા કારમાં બેસીને જતી રહી હતી.સો.મીડિયામાં સારાને ધક્કો મારતો વીડિયો વાઇરલ થયો છે.

શૂટિંગ દરમિયાન સારા અલી ખાન તથા વિકી કૌશલ.

યુઝર્સે સારાના વખાણ કર્યા હતા. એકે કમેન્ટ કરી હતી, ‘તે ઘણી જ સ્વીટ છે, તેને ધક્કો માર્યો તો પણ તેણે શાંતિથી ના પાડી.’ અન્ય એકે કહ્યું હતું, ‘તે દિલની ઘણી જ સારી છે.’ઉલ્લેખનીય છે કે થોડાં દિવસ પહેલાં સારા અલી ખાનના ભાઈ ઈબ્રાહિમ અલી ખાનને ફોટોગ્રાફર્સે ‘આર્યન આર્યન’ની બૂમો પાડીને બોલાવ્યો હતો. ઈબ્રાહિમ અલી ખાન મિત્ર સાથે જોવા મળ્યો હતો. ઈબ્રાહિમ કારમાં બેસવા ગયો ત્યારે કેમેરામેને તેનો હાથ પકડી લીધો હતો અને અન્ય એકે તેને ‘આર્યન આર્યન’ કહીને બોલાવ્યો હતો.

Read About Weather here

ઈબ્રાહિમ અલી ખાન

જોકે, ઈબ્રાહિમ અલી ખાન સહેજ પણ ગુસ્સે થયો નહોતો અને તે હસવા લાગ્યો હતો. નોંધનીય છે કે આર્યન બોલિવૂડ સ્ટાર શાહરુખનો દીકરો છે.સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘અતરંગી રે’માં અક્ષય કુમાર તથા ધનુષ સાથે જોવા મળી હતી. આ ઉપરાંત વિક્રાંત મેસી સાથે ‘ગેસલાઇટ’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ થોડાં દિવસ પહેલાં સારા-વિક્રાંતે ગુજરાતમાં કર્યું હતું.તે વિકી કૌશલ સાથે અનટાઇટલ્ડ મૂવીમાં કામ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here