એક્ટર ભાવુક થયો

એક્ટર ભાવુક થયો
એક્ટર ભાવુક થયો
વરુણે ડ્રાઇવર સાથેનો જૂનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘મનોજ છેલ્લાં 26 વર્ષથી મારા જીવનમાં છે. મારા માટે મનોજ સર્વસ્વ હતો. બોલિવૂડ એક્ટર વરુણ ધવનના ડ્રાઇવર મનોજ સાહુનું 18 જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું. હવે એક્ટરે સોશિયલ મીડિયામાં ડ્રાઇવરને શ્રદ્ધાંજલિ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મારી પાસે દુઃખ વ્યક્ત કરવ માટે શબ્દો નથી, પરંતુ હું ઈચ્છું છું કે લોકો મનોજને તેની હ્યુમર તથા પેશન માટે યાદ રાખે. મનોજ દાદા મારા જીવનમાં હતાં તે માટે હું હંમેશાં આભારી રહીશ.’ વીડિયોમાં વરુણે ડ્રાઇવરના વખાણ કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વરુણ ડ્રાઇવર મનોજની ઘણો જ નિકટ હતો. મનોજ એક્ટરને મેહબૂબ સ્ટૂડિયો મૂકવા માટે આવ્યો હતો. વરુણ અહીંયા જાહેરાતનું શૂટિંગ કરતો હતો. જોકે, અચાનક જ મનોજે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને હાર્ટ અટેક આવ્યો હતો. વરુણ તથા ક્રૂ મેમ્બર્સ તાત્કાલિક મનોજને નજીકમાં આવેલી લીલાવતી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. વરુણે હોસ્પિટલમાં જરૂરી વિધિ પતાવી હતી.

Read About Weather here

વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘જુગ જુગ જિયો’માં કિઆરા અડવાણી, અનિલ કપૂર તથા નીતુ સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મને ‘ગુડ ન્યૂઝ’ ફૅમ રાજ મહેતાએ ડિરેક્ટ કરી છેમનોજને બે દીકરીઓ છે. તેના આકસ્મિક અવસાનથી વરુણ ધવન એકદમ ભાંગી પડ્યો છે. ડેવિડ ધવને દીકરા વરુણ સાથે વાત કરીને સાંત્વના પાઠવી હતી અને ડ્રાઇવરના પરિવારનું ધ્યાન રાખવાની હૈયા ધારણા પણ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here