એક્ટરનું ડ્રીમ હાઉસ…!

એક્ટરનું ડ્રીમ હાઉસ…!
એક્ટરનું ડ્રીમ હાઉસ…!
કરણે બ્રાંદ્રામાં 14 કરોડ રૂપિયાનું નવું એપાર્ટમેન્ટ પોતાના નામે કર્યું છે. ‘બિગ બોસ 15’ અને ‘લોકઅપ’ જેવા શોમાં જોવા મળેલા કરણ કુંદ્રાએ તાજેતરમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. થોડા દિવસ પહેલા જ કરણે આ અપાર્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.મીડિયા રિપોર્ટ્સના અનુસાર, એક રિયલ સ્ટેટ ન્યૂઝ પોર્ટલે કરણના ઘર ખરીદવાની વાતને કન્ફર્મ કરી છે. પોર્ટલે કહ્યું કે, અમને જે ડોક્યુમેન્ટ મળ્યા છે, તેનાથી જાણવા મળ્યું છે કે કરણ કુંદ્રા દ્વારા ખરીદવામાં આવેલો ફ્લેટ બ્રાંદ્રામાં 81 ઓરેટ બિલ્ડિંગના 12મા માળે છે.

Visit Saurashtra Kranti Homepage here

એક્ટરનું ડ્રીમ હાઉસ…! એક્ટર

કરણે આ અપાર્ટમેન્ટ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.ફ્લેટ સિવાય એક્ટરે બિલ્ડિંગના પાર્કિંગમાં 3 ગાડી પાર્ક કરવાનું પણ એક્સેસ છે. કરણે 13મેના રોજ રજિસ્ટ્રેશન માટે 81.81 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. કરણ દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટનો એરિયા 5230 સ્કેવર ફૂટ છે.કરણ કુંદ્રા અવારનવાર તેજસ્વી પ્રકાશની સાથે પોતાના રિલેશનશિપના કારણે ચર્ચામાં રહે છે.

એક્ટરનું ડ્રીમ હાઉસ…! એક્ટર

Read About Weather here

એક્ટરનું ડ્રીમ હાઉસ…! એક્ટર

તેજસ્વી ‘બિગ બોસ સિઝન 15’ની વિનર રહી અને કરણ શોનો બીજો રનર અપ હતો. બંનેની મુલાકાત બિગ બોસ દરમિયાન થઈ હતી અને અહીંથી તેમના પ્રેમની શરૂઆત થઈ હતી. કપલનું ફેનફોલોઈંગ સારું છે, બંનેના ફેન્સ તેમને ‘તેજરન’ કહીને બોલાવે છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો કરણ કુંદ્રા તાજેતરમાં મ્યુઝિક વીડિયો બેચારીમાં જોવા મળ્યો હતો. તે શોમાં બાળકોની સાથે ઘણી મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. ફેન્સની સાથે આ સોન્ગને ઘણું પસંદ કરવામાં આવ્યું. તે સિવાય તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયરને હોસ્ટ કરી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here