એકતા મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકડાયરો અને રાંદલ માતાજીના 108 લોટાનું આયોજન

એકતા મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકડાયરો અને રાંદલ માતાજીના 108 લોટાનું આયોજન
એકતા મિત્ર મંડળ દ્વારા ભવ્ય લોકડાયરો અને રાંદલ માતાજીના 108 લોટાનું આયોજન
એકતા મિત્ર દ્વારા સમૂહ લગ્ન, શ્રી રાંદલ માતાજીના લોટા તેમજ ગરીબ દર્દીઓને મદદરૂપ થાય તેવા કાર્યક્રમો દર વર્ષે યોજવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ તા.22 ને રવિવારનાં રોજ રાત્રે 9 કલાકે નીલકંઠ સિનેમા સામે, કોઠારીયા રોડ ખાતે ભવ્ય લોકડાયરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કલાકાર વિશાલભાઈ વરૂ, જયેશ ચાવડા, ગઢવી, લખન ગઢવી, નીતિન ગઢવી, કૌશિકગીરી ગૌસ્વામી દુહા-છંદની રમઝટ બોલાવશે.શ્રી રાંદલ માતાજીના 108 લોટાનું ભવ્ય આયોજન તા.29 ને રવિવારના રોજ નિલકંઠ પાર્ક શેરી નં. 5, દેવપરા, કોઠારીયા રોડ ખાતે કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના રૂડા અવસરોની શરૂઆત સવારે 7 કલાકે મહાઆરતી સાથે થશે. ત્યારબાદ મહાપૂજા સ્થાપન 8:30 કલાકે અને પ્રસાદ સવારે 10 થી 1 દરમિયાન રહેશે.સાંજની મહાઆરતી 5 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકે કર્યા બાદ રાત્રે 9 કલાકે રાસ-ગરબાની રમઝટ સાથે રૂડા અવસરો પૂર્ણ થશે.સમગ્ર કાર્યક્રમને દિપાયમાન કરવા મુખ્ય મહેમાન ઠાકોર માંધાતાસિંહ જાડેજા અને અપગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ હાજર રહેશે.

Read About Weather here

આ સાથે પૂર્વ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, મેયર ડો.પ્રદીપ ડવ, યશપાલસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, જે.પી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રૂત્વિક મકવાણા (ધારાસભ્ય-ચોટીલા), પી.ટી. જાડેજા, ગોપાલભાઈ અનડકટ, અજીતભાઈ લોખીલ વગેરે ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એકતા મિત્ર મંડળના પ્રમુખ હરીભાઇ રાઠોડ, ટ્રસ્ટી ઈન્દુભા રાઓલ, દિપ્તીબેન સોલંકી અને પદ્મબા ચૌહાણ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here