એઈમ્સની 60 ટકા કામગીરી પૂર્ણતાના આરે: ઓકટોબર-નવેમ્બરમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

એઈમ્સની 60 ટકા કામગીરી પૂર્ણતાના આરે: ઓકટોબર-નવેમ્બરમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
એઈમ્સની 60 ટકા કામગીરી પૂર્ણતાના આરે: ઓકટોબર-નવેમ્બરમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ

રાજકોટ ખાતે નિર્માણાધીન એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કરતા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા

રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં એઈમ્સ હોસ્પિટલ દ્વારા કરાશે મેડિકલ કેમ્પ: એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓને દેશના નિર્માણમાં સહયોગ આપવા મંત્રીનો અનુરોધ

રાજકોટના જામનગર રોડ પર પરા-પિપળીયા ગામ ખાતે નિર્માણાધીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એઈમ્સ હોસ્પિટલના કેમ્પસની કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ મુલાકાત લઈને હોસ્પિટલ અને શૈક્ષણિક ઈમારતોના ચાલી રહેલા બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સુચનાઓ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું હતું કે, દેશભરની કુલ બાવીસ પૈકીની એક એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં નિર્માણ પામી રહી છે.તેમાં દેશની ઉચ્ચ ગુણવત્તા વાળા ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટસ છે. દેશમાં ટર્સરી કેર (અત્યંત વિશિષ્ટ તબીબી સંભાળ) અને હેલ્થને હોલીસ્ટીક એપ્રોચ સાથે જોડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. પ્રાથમિક સેવા કેન્દ્રો અને વેલનેસ સેન્ટરોને ઈ-સંજીવની ટેલીમેડીસીન મારફતે જોડવાથી દર્દીને જિલ્લાના મથકે આવ્યા વિના એક્સપર્ટની સારવાર મળી રહી છે.

દેશમાં એમ.બી.બી.એસ.ની 51 હજાર સીટમાંથી વધારીને 1 લાખથી વધુ સીટસ કરવામાં આવી છે, પી.જી. કોર્ષમાં 34 હજાર સીટથી વધારી 64 હજાર જેટલી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસનો પુરતો મોકો મળી રહેશે. રાજકોટ એઈમ્સ ખાતે ઈન્ફ્રાસ્ટ્રકચર ઝડપી ગતિએ નિર્માણ પામી રહ્યું છે.150 જેટલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે,ફેકલ્ટીની ભરતી કરી લેવામાં આવી છે અને જરૂરી તમામ પ્રકારના મેડિકલ ઈક્વીપમેન્ટસ પણ વસાવી લેવામાં આવ્યા છે, આમ, સમગ્રતયા એઈમ્સ હોસ્પિટલનું 60 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી ઓક્ટોબર નવેમ્બર-2023 માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

મંત્રીએ એઈમ્સ હોસ્પિટલના કેમ્પસમાં નિર્માણ પામેલ બોય્સ હોસ્ટેલની મુલાકાત લીધી હતી તેમજ ડાઇનિંગ હોલમાં એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેઓને મેડિકલ ક્ષેત્રે દેશના નિર્માણમાં પોતાનો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. શ્રમદાનનું મહત્વ સમજાવીને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસની ઝુંબેશમાં સ્વ-સહયોગ આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. સ્ટાફ અને ફેકલ્ટી સાથે વાર્તાલાપ કરીને તેમનું મનોબળ વધાર્યું હતું.
મંત્રી મનસુખભાઈ માંડવિયાએ રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોમાં એઈમ્સ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજવાનું સુચન કર્યું હતું જેને ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીને અપનાવીને તેનો સત્વરે અમલ કરવા વચન આપ્યું હતું.ડેપ્યુટી ડાયરેક્ટર (એડમિન) કર્નલ પુનીત અરોરા દ્વારા એઈમ્સ રાજકોટ ખાતે પ્રોજેક્ટના કામોની પ્રગતિ વિશે ટૂંકું પ્રેઝન્ટેશન આપવામાં આપ્યું હતું.

Read About Weather here

રાજકોટ સિવિલમાં નિર્માણ પામેલ અત્યાધુનિક કેથલેબમાં એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી તથા હાર્ટ સર્જરી અને ન્યુરો સર્જરીની વ્યવસ્થા કરવા અને તેનો લાભ દર્દીઓ સુધી પહોંચાડવાની સાંસદ રામભાઈ મોકરીયાની રજૂઆત અંગે યોગ્ય કરવા મંત્રી માંડવીયાએ ખાતરી આપી હતી.
આ તકે સામાજીક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદસભ્ય મોહન કુંડારીયા, સર્વે ધારાસભ્યઓ દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ,રમેશભાઈ ટીલાલા, રાજકોટ મેયર પ્રદિપભાઈ ડવ,પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,પી.એમ. એસ.એસ.વાય.ના ડાયરેક્ટર એન.કે.ઓઝા, જિલ્લા કલેક્ટર અરૂણ બાબુ,એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.પ્રો.(કર્નલ) સી.ડી.એસ. કટોચ, પ્રાંત અધિકારી વિવેક ટાંક બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

એઈમ્સ હોસ્પિટલ રાજકોટની સિધ્ધિઓ

ફેકલ્ટી (ડોક્ટરો)ની વર્તમાન સંખ્યા 65 છે.નવી ફેકલ્ટી અને નિવાસી ડોકટરોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
દર્દીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉચ્ચતમ તબીબી સર્જીકલ અને લેબોરેટરી સાધનો કાર્યરત છે.પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર પણ કાર્યરત છે. એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ એક એમ્બ્યુલન્સ અને બેઝીક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ અન્ય એક એમ્બ્યુલન્સ કાર્યરત છે. બેન્ક, કેન્ટીન સેવાઓ અને અમૃત ફાર્મસી કેમ્પસ ખાતે કાર્યરત છે. દર્દીઓ માટે ABHA ID જનરેટ કરવામાં આવ્યા છે અને AIIMS ના તમામ દર્દીઓને આયુ ભારત ડિજિટલ મિશનમાં ઝડપી સેવાઓ પ્રદાન કરવા દર્દીઓનો રેકર્ડ ઓનલાઈન મેનેજ થાય છે.
ઈ-સંજીવનીના રૂપમાં ટેલિમેડિસિન ક્ધસલ્ટેશન સેવાઓ ફેબ્રુઆરી 2022 થી કાર્યક્ષમ રીતે ચાલી રહી છે અને અત્યાર સુધી દૂરના વિસ્તારોમાં 40,000 (સરેરાશ દૈનિક કોલ 136) કરતાં વધુ દર્દીઓને સેવા આપવામાં આવી છે.
નિયમિત OPD માં દરરોજ સરેરાશ 3600 દર્દીઓ સાથે લાભ મેળવનાર દર્દીઓની સંખ્યા 37,000 જેટલી છે. કેમ્પસમાં ઈન્ટરનેટ,વીજળી અને પાણી પુરવઠાની અવિરત સેવાઓ પુરી પાડવામાં આવી છે.
એઈમ્સના મેડિકલ વિદ્યાર્થીઓ માટે વોલીબોલ કોર્ટ,આઉટડોર જિમ,ટી.ટી. ટેબલ,ચેસ,કેરમ વગેરે સહિત આઉટડોર અને ઇન્ડોર સ્પોર્ટ્સ જેવી વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
AIIMS કેમ્પસમાં તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે અને તેને અમૃત સરોવર નામ આપવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here