એઇમ્સમાં 26 પ્રોફેસરોની ભરતીથી દરેક વિભાગમાં સિનિયર તબીબોની સેવા થશે ઉપલબ્ધ

એઇમ્સમાં 26 પ્રોફેસરોની ભરતીથી દરેક વિભાગમાં સિનિયર તબીબોની સેવા થશે ઉપલબ્ધ
એઇમ્સમાં 26 પ્રોફેસરોની ભરતીથી દરેક વિભાગમાં સિનિયર તબીબોની સેવા થશે ઉપલબ્ધ

પીડીયુ હોસ્પિટલમાંથી શરૂ મહિનામાં જ 80 ટકાથી વધુ સ્ટાફ એઇમ્સ ખાતે શીફ્ટ થઇ જશે

રાજકોટ પીડીયુ હોસ્પિટલમાંથી ચાલુ મહિને 80 ટકાથી વધુ સ્ટાફ એઇમ્સ ખાતે શીફ્ટ થઇ જશે એના કારણે એઇમ્સની કામગીરી કાર્યાનિત્વ થઈ જશે તેમજ એઇમ્સમાં 26 પ્રોફેસરોની ભરતી કરાતા હવે દરેક વિભાગમાં સિનિયર તબીબોની સેવા પણ ઉપલબ્ધ થશે.એઇમ્સનો આયુષ બ્લોક લગભગ તૈયાર થઈ ગયો છે અને ડેન્ટલ,સર્જરી,ઓર્થોપેડિક સહિતની મેડિકલ સુવિધા વધારાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટના પરા પીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ કર્યા બાદ દર્દીઓનો ભારે ધસારો થઇ રહ્યો છે. ત્યારે હવે તેનો આયુષ બ્લોક તૈયાર થવાના આરે હોય આગામી માસથી એઇમ્સમાં ડેન્ટલ, ઓર્થોપેડીક,સર્જરી સહિતની સુવિધાઓ વિસ્તારવામાં આવશે.તાજેતરમાં ભરતી કરાયેલા 26 પ્રાધ્યાપકોને નિમણૂંક કરવામાં આવશે. તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. જેના પગલે હાલમાં પીડીયુ સિવિલ હોસ્પિટલમાં બેસતો 80 ટકા જેટલો એઇમ્સનો સ્ટાફ શિફટ મેઇન હોસ્પિટલ ખાતે શીફટ થઇ જશે.

Read About Weather here

એઇમ્સના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર એઇમ્સના એક બિલ્ડીંગના લોકાર્પણ બાદ ઓપીડી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં હવે ઓર્થોપેડીક, ડેન્ટલ,આંખોના વિભાગ, સ્કીન વિભાગમાં દર્દીઓનો ભારે ધસારો રહે છે પરંતુ જગ્યાની મર્યાદાને કારણે દર્દીઓને મર્યાદિત પ્રમાણમાં ઇલાજનો લાભ મળતો હતો.પરંતુ હવે આયુષ બ્લોક તૈયાર થઇ જતા આવતા માસમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે બેસતા એઇમ્સના તમામ તબીબો, એડમિનિટ્રેશન સ્ટાફ, લેબોરેટરીનો સહિતના તમામ સ્ટાફ 1 મહિનામાં એઇમ્સ ખાતે શીફટ કરી દેવાશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ એઇમ્સમાં મે સુધીમાં એકેડેમિક બ્લોક તૈયાર થઇ જશે : ક્લેક્ટર

રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એઇમ્સના વિદ્યાર્થીઓનો મોટાભાગનો થીયરી અને પ્રેકટીકલ અભ્યાસક્રમ હાલમાં પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ચાલે છે જેના પરિણામે એઇમ્સની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને અવર જવરમાં ખુબ જ હાલાકીનો અનુભવ કરવો પડે છે. ત્યારે તેમને હવે ધક્કા ખાવા માંથી અને સમયની બિનજરૂરી બરબાદીમાં મુક્તિ મળી જશે.આગામી મે માસમાં એઇમ્સમાં એકેડેમિક બ્લોક તૈયાર થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ એઇમ્સમાં હાલમાં 3 બેન્ચ ચાલુ છે અને તેમાં 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here