ગુજરાત રાજ્યના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ પ્રત્યે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસિંહ દાજીભાઈ ડાભીએ હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી વર્ષ અંતર્ગત પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લિ. (પીજીવીસીએલ) દ્વારા સીએસઆર હેઠળ આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ.21 લાખની મૂલ્યના ઉચ્ચ ગુણવત્તાના ઊની ખાદીના સ્વેટર ભેટ અપાયા હતા. ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલ વિવિધ સ્મૃતિ-સ્થળોની 11 ચૂંટેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 2500 જેટલાં બાળકોની આ સેવા-યજ્ઞ માટે પસંદગી કરાઈ હતી.
પીજીવીસીએલના મેનેજિંગ ડિરેકટર વરૂણ કુમાર (આઈએએસ) તથા એમજીવીસીએલના મેનેજિંગ ડિરેકટર તુષારભાઈ ભટ્ટ (આઈએએસ)નો પણ પિનાકી મેઘાણી, ગોવિંદસિંહ ડાભી, પસંદ કરાયેલ શાળાઓનાં આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ આભાર માન્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here