ઉપલેટા ઓનર કિલિંગ કેસ

ઉપલેટા ઓનર કિલિંગ કેસ
ઉપલેટા ઓનર કિલિંગ કેસ
એ વાતનો ખાર રાખી ગઈકાલે રીનાને દાઢમાં દુખાવો થતાં અનિલ સાથે હોસ્પિટલમાં જતી હતી. ત્યારે પૂર્વયોજિત કાવતરું રચી કુંભારવાળાના નાકે સતીમાંની ડેરી પાસે બંનેએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. ઉપલેટા તાલુકાના રીના સોમાજી સીંગરખિયા(ઉં.વ.18) અને ખીરસરા ગામે રહેતા અનિલ મનસુખભાઈ મહીડા(ઉં.વ.22)એ લવમેરેજ કરી લીધા હોવાની વાત રીનાના ભાઈ સુનીલ અને પિતા સોમજીને ગમી નહોતી આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં મૃતક યુવકના પિતા મનસુખભાઈ ગોવિંદભાઈ મહીડાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા.

Visit Saurashtra Kranti Homepage here

આરોપી સુનીલ સોમજી સીંગરખિયા અને સોમજી જેઠાભાઈ સીંગરખિયા વિરુદ્ધ કલમ 302,120(બી) અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો.મનસુખભાઇ ગોવિંદભાઇ મહીડાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહું છું. મારે સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. મારા મોટા દીકરા અનિલે આજથી છ મહિના પહેલાં ઉપલેટા તાલુકાના અરણી ગામે રહેતા સોમજીભાઇ સીંગરખિયાની દીકરી રીના સાથે કોર્ટ મેરેજ કર્યાં હતા. દીકરો અનિલ ભાયાવદર કોલેજમાં અભ્યાસ માટે જતો હતો. આ દરમીયાનન અરણી ગામના સોમજીભાઇ જેઠાભાઇ સીંગરખિયાની દીકરી રીના સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયાં હતાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પૂર્વે રીનાના પિતાએ મારા દીકરા અનિલ વિરુદ્ધમાં ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાં મારા દીકરા અનિલને પોલીસે પકડ્યો હતો અને તે છ મહિના જેલમાં રહ્યો હતો. જેલમાંથી છૂટીને ઘરે આવતાં આશરે એકાદ મહિના પછી ફરીથી રીના અમારા ઘરે ખીરસરા આવતી રહી હતી. ત્યાર બાદ અનિલ તથા રીનાના કોર્ટમાં લગ્ન કરાવ્યા બાદ બંનેને સાથે રહેવા લાગ્યાં હતાં.

રીનાનું ઘટનાસ્થળે અને અનિલનું હોસ્પિટલ પહોંચે એ પહેલાં રસ્તામાં મોત નીપજ્યું.

Read About Weather here

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ રીનાના પિતા સોમજીભાઇને કહેલું કે તમારી દીકરી અને મારો દીકરો એકબીજાને પસંદ કરતા હોય અને લગ્ન કરવા માગતા હતા, જેથી બન્નેએ લગ્ન કરી લીધેલા છે તો હવે તમે જીદ મૂકીને બન્નેને શાંતિથી જીવવા દો, એમ કહેતાં આ બન્ને બાપ-દીકરો ઉશ્કેરાઇ ગયેલા અને કહેવા લાગેલા કે અમે બાપ-દીકરો જ્યાં સુધી મારી દીકરી રીના અને તમારા દીકરા અનિલને ગોતીને મારી ના નાખીએ ત્યાં સુધી અમને નિરાંત નહીં થાય. જો આજે તમારો દીકરો અનિલ અને અમારી રીના અહીં હોત તો તમારી સામે બન્નેના કટકા કરી નાખ્યા હોત, એમ ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવ અંગે હાલ ઉપલેટા પોલીસ મથકના પીઆઇ જી.જે.ઝાલા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી બંનેની શોધખોળ આદરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here