તંત્ર વહેલી તકે કામ નહીં કરે તો વૈકલ્પિક ડાયવર્ઝનમાં પાણી ભરાવાથી રસ્તો થશે સંપૂર્ણ બંધ
(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા શહેરમાં આવેલો પાટણવાવ રોડ તરીકે ઓળખાતો રાજાશાહી વખતનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ એટલે કે ભાદર પુલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ જર્જરિત હાલતમાં હતો. જેમાં મોરબીની બનેલી દુર્ઘટના બાદ ઉપલેટામાં આવેલા આ પુલની પરિસ્થિતિ અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ બ્રિજને બંધ કરી દઈને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
રાજાશાહી વખતના આ જર્જરીત પુલની નબળી સ્થિતિને લઈને મીડિયા દ્વારા જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તે અહેવાલ બાદ તંત્ર તુરંત એક્શનમાં પણ આવી ચૂક્યું હતું અને આ રસ્તાને બંધ કરી દેતા 50 જેટલા ગામોને જોડતો રસ્તો બંધ થતાં રાહદારીઓ પણ રોષે ભરાયા હતા અને તેઓની વ્યથા અગાઉ પણ મીડિયાના માધ્યમથી ઠાલવી હતી જે બાદ તંત્ર ફરી એક વખત મીડિયાના અહેવાલથી હરકતમાં આવી અને આ રસ્તા પર ડાયવર્ઝન મૂકી વૈકલ્પિક માર્ગ શરૂ કર્યો છે.
Read About Weather here
અહીંયા રસ્તો બંધ કરી ડાઈવરજન છેલ્લા ત્રણ મહિના કરતાં પણ વધારે સમયથી છે ત્યારે આટલો સમય વીત્યા છતાં પણ અહીં રસ્તા માટેના સમારકામની કોઈપણ કામગીરી દેખાતી ન હોવાને લઈને રાહદારીઓ આવનાર દિવસોમાં આવી રહેલ ચોમાસાની ગંભીર સમસ્યાને લઇને ચિંતિત થતા જોવા મળે છે અને વહેલી ટેક સમરકામની માંગ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here