ત્રણ મહિનાથી દીપડાના આટા ફેરા હોવા છતાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષ
ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હોવાની બાબત સામે આવી છે જેમાં ગત રવિવારે ગઢાળા ગામની સીમમાં એક વાછરડીનું મારણ થયું હતું ત્યારે આ તાજી બનેલી ઘટના બાદ મેરવદર ગામની સીમમાં આવેલ વાડીમાં દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત થયું છે જેમાં મધ્યપ્રદેશના ખેતમજૂરની બાળકીનું મોત થતાં બાળકીની માતાના ચોધાર આસું જોવા મળ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના મેરવદર ગામની સીમમાં આવેલ પ્રકાશભાઈ કરડાણીની વાડીમાં રહેતા મજૂરો માંથી એક મજૂર પરિવારની ત્રણ વર્ષની લક્ષમી નામની બાળકી અન્ય બાળક સાથે રકત રહી હતી ત્યારે અચાનક દીપડાએ બાળકી પર હુમલો કરીને બાળકીને લઈ ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેમાં બાળકી બુમાં-બૂમ સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી જેમાં દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે હુમલો કરીને આ દીપડો બાળકીને લઈ ગયો હતો અને બાળકી પર હુમલો કર્યા બાદ આ દીપડો બાળકીને મૂકીને ત્યાંથી નાસી છૂટતા થોડી વારમાં આ બાળકીનું હુમલા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે.
Read About Weather here
ઉપલેટાના મેરવદર પંથકના લોકોએ જણાવ્યું છે કે આ વિસ્તારની અંદર છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી દીપડાનો આતંક અને આટાફેરા છે જેમાં આ વિસ્તારમાં આ દીપડાઓ દ્વારા અનેક શ્ર્વાનને પોતાની જપેટમાં લીધા છે જેને લઈને ગ્રામજનોમાં છેલ્લા ઘણા સમયથી મનુષ્ય પર હુમલો થવાનો પણ ગંભીય ભય હતો ત્યારે આ બાબતે તંત્રને જાણ કરી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે ત્યારે આવી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી એટલે કે પાંજરૂ નહીં મૂકવામાં આવતા છેલ્લા ઘણા સમયથી જે ભય સતાવતો હતો તે બન્યો છે અને એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનો ભોગ લેવાતા ભય વધુ જોવા મળ્યો છે અને આ ઢીલી નીતિથી એક માતાપિતાએ પોતાની બાળકી ગુમાવવાનો વારો આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here