ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવામાં બાળકનો ગયો જીવ…!

ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવામાં બાળકનો ગયો જીવ…!
ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવામાં બાળકનો ગયો જીવ…!
આ આખી ઘટના માસૂમની ચાર બહેનની સામે જ ઘટી. નોયડામાં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં બુધવારે પાંચ બહેનના એકના એક ભાઈનું મોત થઈ ગયું છે. તે સુપરમેનની જેમ ઉડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના માટે તેને પોતાની ડોકમાં દુપટ્ટો બાંધીને તેનો બીજો છેડો છત પર ટાંગી દીધો હતો. આ કારણે બાળકનું મોત થઈ ગયું. પોલીસને 51 સેકન્ડનો એક વીડિયો મળ્યો છે, જેમાં નીચે કૂદતાં પહેલાનો આખો ઘટનાક્રમ કેદ છે.બૃજેશ નોયડાના સેક્ટર-113 પોલીસ સ્ટેશનમાં આવતા પર્થલા ગામમાં પોતાના પરિવારની સાથે ભાડાના મકાનમાં રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ 13 વર્ષના બાળક સુજીતોનો ફોટો છે. તે ઈન્સ્ટાગ્રામ રીલ માટે વીડિયો બનાવી રહ્યો હતો.

14 મેનાં દિવસે તેમનો 13 વર્ષનો દીકરો સુજીત રૂમમાં અંદર પોતાની ચાર બહેનોની સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યો હતો. તે માટે બાળકે બહેનનો દુપટ્ટો રૂમની છતમાં બાંધ્યો અને સ્લેબ પર પ્લાસ્ટિકના ડબ્બા પર ઊભો રહીને સ્ટંટ કરવા લાગ્યો. આ દરમિયાન દુપટ્ટો તેના ગળામાં ભરાયો અને શ્વાસ રુંધાવાને કારણે તે બેભાન થઈ ગયો.બહેનોએ જયારે ભાઈને બેભાન જોયો તો તેઓ બૂમો પાડવા લાગી. દેકારો સાંભળીને ઘરના લોકો પણ રૂમમાં આવી ગયા અને બેભાન બાળકને તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા.

Read About Weather here

પરંતુ ગંભીર સ્થિતિને જોતા બાળકને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દેવાયો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે તેનું મોત થઈ ગયું.પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શરદકાંતના જણાવ્યા મુજબ 13 વર્ષનો બાળક રૂમના સ્લેબ પર બોક્સ રાખીને ઉપર ચઢ્યો હતો, તેના ગળામાં દુપટ્ટો બાંધીને હવામાં ઉડવાનો વીડિયો બનાવી રહ્યો હતો. સ્લેબથી કૂદતાં સમયે દુપટ્ટો ગળામાં ફસાયો અને તેનું મોત થઈ ગયું. પોલીસને 51 સેકન્ડનો વીડિયો મળ્યો છે જેમાં બાળક નીચે કૂદતાં પહેલા સુધીની આખી ઘટના રેકોર્ડ થઈ છે.ફરુખાબાદ નિવાસી બૃજેશ લગભગ સાત વર્ષ પહેલાં નોયડા આવી શહેરની ફેક્ટ્રીમાં સુરક્ષા કર્મચારી તરીકે નોકરી કરતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતકના પિતાએ કહ્યું કે ઘરનો એકનો એક ચિરાગ બુજાઈ ગયો.બૃજેશના બે ભાઈ દિલ્હીમાં નોકરી કરે છે. માસૂમના મોત બાદ ઘરમાં માતમનો માહોલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here