ઇન્ટરનેટ સેવાઓ ફરી બંધ !!

ઇન્ટરનેટ સેવાઓ ફરી બંધ !!
ઇન્ટરનેટ સેવાઓ ફરી બંધ !!

નવજોત સિંહ સિદ્ધુએ અજય મિશ્રાના પુત્ર આશિષની ધરપકડ કરવાની કરી માગ

જ્યારે સુપ્રીમ કોર્ટના ઠપકા પછી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે પુત્ર આશિષ આજે (શનિવારે) હાજર થશે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસને પણ સહકાર આપશે. ખરેખર આરોપી આશિષની ધરપકડ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. આવી સ્થિતિમાં ખુદ અજય મિશ્રાએ મીડિયા સામે આવીને આ નિવેદન આપ્યું છે.

ત્રીજી વખત ઇન્ટરનેટ સેવાઓ થઈ બંધ

3 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી હતી.

ત્યાર બાદ 5 ઓક્ટોબરના રોજ 3 જિલ્લા લખીમપુર ખીરી, સીતાપુર અને બહરાઈચમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. લખીમપુર ખીરીમાં ઇન્ટરનેટ સેવા શુક્રવારે 48 કલાક બાદ પુન શરૂ કરવામાં આવી હતી.

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ લખીમપુર ખીરીમાં મૌન વ્રત અને ઉપવાસ પર બેઠા છે. સિદ્ધુ મૃતક ખેડૂત લવપ્રીતના ઘરે ગયા હતા.

તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી હું મૌન વ્રતથી ભૂખહડતાળ પર બેસી રહીશ.

આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાન્ચે આજે 11 વાગ્યે હાજર થવા માટે ફરીથી બોલાવ્યો
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો પુત્ર અને તિકુનિયાકાંડનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો ન હતો. ચાર કલાક બાદ પોલીસે તેને બીજી નોટિસ ફટકારી હતી,

જેમાં આશિષ મિશ્રાને ક્રાઇમ બ્રાચ સમક્ષ નિવેદન નોંધાવવા માટે આજે શનિવારે સવારે 11 વાગ્યે બોલાવવામાં આવ્યો છે.

અજય મિશ્રાએ કહ્યું હતું કે મારો દીકરો ક્યાંય ભાગ્યો નથી. તે નિર્દોષ છે, આજે તેની તબિયત સારી નહોતી, આજે તે પુરાવા સાથે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે. તપાસ થવા દો, સત્ય બધાની સામે આવશે.

આ સિવાય રાજીનામાની માગ અંગે અજય મિશ્રાએ કહ્યું હતું કે વિપક્ષનું કામ રાજીનામાની માગ કરવાનું છે.

અજય મિશ્રાએ આગળ વધુમાં કહ્યું હતું કે મારો પુત્ર મારે ઘરે બેઠો છે, જેને પણ મળવું હોય તે જઈને મળી શકે છે, અમે નોટિસનો જવાબ આપ્યો છે. આગળ પણ જે પ્રક્રિયા થશે એમાં પૂરો સહકાર આપીશું.

Read About Weather here

હું મંત્રી રહેવા છતાં પણ મારા પુત્ર સામે FIR થઈ છે. ભાજપની સરકારમાં ન્યાય મળે છે. મારા સ્થાને કોઈ અન્ય હોત તો ફરિયાદ દાખલ જ ન થઈ હોત.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here