આ મહિલા ખાય છે દિવાલ…!

આ મહિલા ખાય છે દિવાલ...!
આ મહિલા ખાય છે દિવાલ...!

અમેરિકાના મિશિગનની રહેવાસી નિકોલ. નિકોલને ચોક ખાવાનું વ્યસન છે. કોઈ પણ વસ્તુની આદત ખોટી હોય છે. ભલે તે હેલ્ધી રહેવાની આદત કેમ ન હોય? ઘણી વખત લોકોમાં અજીબોગરીબ વસ્તુ પસંદ કરવાની આદત હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનુ ઉદાહરણ છે આ આદત પાછળથી એક વ્યસન બની ગઈ, જેના કારણે તે ઘરની દિવાલ ખાવા લાગી. આજે એવી સ્થિતિ છે કે નિકોલ દિવસમાં ૬ વખત તેના ઘરની દિવાલ પરથી ચૂનો કાઢીને ખાય છે. લોકો તેની આ આદતને જાણી આશ્ચર્યચકિત છે.

નિકોલે વધુમાં જણાવ્યું કે ચોક ખાવાની તેની આદત આજથી ૫ વર્ષ પહેલા વ્યસનમાં બદલાઈ ગઈ હતી. ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. નિકોલ તેની માતાની ખોટને કારણે કયારે દીવાલ ખાવાનું શરૂ કર્યું તે કોઈને ખબર ન પડી.

તેના કારણે તે ઘણી શરમ અનુભવે છે, કારણ કે તે જાણે છે કે આ ખાવાની વસ્તુ નથી. આમ છતાંય તે તેના વ્યસનની સામે મજબૂર થઈ ગઈ છે. નિકોલે વધુમાં જણાવ્યું કે તેને વિવિધ પ્રકારની દિવાલોનું ટેસ્ટ કરવાનું પસંદ છે.

કેટલીક જાડી દિવાલો હોય છે. કેટલાકમાં ખૂબ જ પાતળા પેઇન્ટ કોટિંગ હોય છે. આ તમામ ટેસ્ટ અલગ અલગ છે. TLCના માય સ્ટ્રેન્જ એડિકશન પર નિકોલે ખુલાસો કર્યો કે તેને સૂકી દિવાલોની સ્મેલ ખૂબ ગમે છે.

સાથે જ તેનું ટેકસચર અને ટેસ્ટ પણ તેને ખૂબ જ પસંદ છે. નિકોલને તેનો ટેસ્ટ એટલો પસંદ છે કે તે એક અઠવાડિયામાં ૩.૨ સ્કવેર ફૂટની દિવાલ ખાઈ જાય છે. એક બાળકની માતા નિકોલે જણાવ્યું કે જયારે પણ તેને ઇચ્છા થાય છે

ત્યારે તે દિવાલ કોતરીને ખાવાનું શરૂ કરે છે. પછી તે મારા ઘરની દીવાલ હોય કે મિત્રના ઘરની. તે તેના સંબંધીઓના ઘરની દિવાલ પણ ખાય છે.

પોતાની મનપસંદ દિવાલ વિશે નિકોલે જણાવ્યું કે તેને દાણાદાર દિવાલો ઘણી પસંદ છે. તેમાં ક્રન્ચ હોય છે. જોકે આ આદતનો ખુલાસો કર્યા બાદ ડોકટરોએ નિકોલને ચેતવણી આપી છે. વોલ પેઈન્ટમાં રહેલા કેમિકલ્સ કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે.

જેના કારણે તેના આંતરડામાં મોટી સમસ્યા થઈ શકે છે. પરંતુ નિકોલ પોતાને લાચાર માને છે. તેણે જણાવ્યું કે આ વ્યસનમાંથી મુકિત મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે.

Read About Weather here

જયારેડોકટરોએ સ્પષ્ટ કર્યું છે કે જો નિકોલ તેની આદત નહીં છોડે તો તે તેના માટે જીવલેણ સાબિત થઈ જશે.પરંતુ તેને સફળતા મળી ન હતી. તેના ઘરની દિવાલો ઘણી જગ્યાએ પોકળ બની ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here