આ મમ્મી રોજ 100 બેબી-નેપ્કિન બદલે છે…!

આ મમ્મી રોજ 100 બેબી-નેપ્કિન બદલે છે...!
આ મમ્મી રોજ 100 બેબી-નેપ્કિન બદલે છે...!

હલિમા ગર્ભવતી થઈ ત્યારે તે એકસાથે ૭ બાળકોને જન્મ આપશે એવું અનુમાન હતું. તેને ઓપરેશન માટે માલીથી મોરોક્કો લઈ જવી પડી હતી, જયાં તેણે ૯ બાળકોને જન્મ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આફ્રિકાના માલી દેશમાં એક મહિલાએ થોડા સમય પહેલાં એકસાથે ૯ બાળકોને જન્મ આપીને વિશ્વવિક્રમ સરજયો હતો. ૨૬ વર્ષની હલિમા સીઝે નામની આ મહિલાએ તાજેતરમાં તેના અનુભવો બયાન કર્યા છે.

શરૂઆતમાં નવજાત શિશુઓને એનઆઇસીયુમાં રાખવાં પડ્યાં હતાં. અત્યારે પણ બાળકો સતત ડોકટરની નિગરાની હેઠળ છે અને એ માટે હલિમાનો આખો પરિવાર હોસ્પિટલ પાસેના એક દ્યરમાં રહેવા આવી ગયો છે.

તાજેતરમાં હલિમાએ કહ્યું હતું કે એક બાળકને જન્મ આપીને ઉછેર કરવો મુશ્કેલ હોય છે ત્યાં ૯-૯ બાળકો જન્મે ત્યારે તેમની દેખભાળમાં કલ્પના ન કરી શકાય એટલું કામ રહે છે.

જોકે હું મેડિકલ ટીમ અને માલી સરકારનો તમામ મદદ પૂરી પાડવા બદલ આભાર માનું છું.હલિમાને પાંચ દીકરી અને ચાર દીકરા જન્મ્યાં છે. તે દરરોજ ૧૦૦ જેટલાં બેબી-નઙ્ખપ્કિન્સ બદલે છે અને બાળકોને ૬ લિટર ધાવણ પીવડાવે છે.

માતા અને બાળકોની અત્યાર સુધીની સારસંભાળનો ખર્ચ આશરે ૧૦.૦૩ કરોડ રૂપિયાને વટાવી ગયો છે, જે મોટા ભાગે માલીની સરકાર આપી રહી છે.બાળકોને જન્મ આપતી વખતે હલિમાના પેટનું વજન જ ૩૦ કિલો જેટલું હતું

Read About Weather here

અને ડિલિવરી સમયે વધારે પડતું લોહી વહી જવાને કારણે હલિમા જીવી શકે એમ નહોતું લાગતું. જોકે મોરોક્કોમાં પૂરતી સારવાર મળી જવાથી તેનો જીવ બચી ગયો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here