આ આઇડિયાથી ચપટી વગાડતાજ ગરોળી ભાગી જશે…!

આ આઇડિયાથી ચપટી વગાડતાજ ગરોળી ભાગી જશે...!
આ આઇડિયાથી ચપટી વગાડતાજ ગરોળી ભાગી જશે...!

સાફ સફાઇ દરમિયાન દ્યણી વખત માળિયામાંથી કે કોઇ ખૂણામાંથી ગરોળી બહાર નીકળે છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસોને વાર છે. દિવાળીમાં ઘરને સજાવવા માટે ગૃહિણીઓ લાગી ગઈ છે. આ માટે પહેલા તે ઘરની સાફ-સફાઇ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન તેમને સૌથી વધારે ચિંતા કયાંક ગરોળીની બહાર ના નીકળે તેની રહે છે. જેના કારણે ગૃહિણી ડરી જાય છે. જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને ઘરમાંથી ગરોળીઓને ગાયબ કરવાની કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છીએ.

(૧)લસણઃ જે જગ્યાએ ગરોળી આવતી ત્યાં લસણની ૩-૪ કળીઓ છાલ કાઢીને મૂકી દો. લસણની ગંધથી ગરોળી દૂર ભાગે છે. દિવાળીના તહેવારમાં સાફસફાઈ કરતી વખતે આટલું ધ્યાન રાખવાથી ઘરમાંથી ગરોળી ગાયબ થઈ જશે.

(૨) મરીનો સ્પ્રેઃ બોટલમાં મરી પાવડર અને પાણી મિકસ કરી સ્પ્રે કરો. તે જગ્યાએથી ગરોળી ભાગી જશે.

(૩) ડુંગળીઃ જે જગ્યાએ ગરોળી આવતી હોય ત્યાં ડુંગળી મૂકી દો. ડુંગળીની તીખી સુગંધથી ગરોળી દૂર ભાગે છે.

(૪) ફિનાઈલની ગોળીઃ જે જગ્યાએ ગરોળીનો વાસ હોય ત્યાં ફિનાઈલની ૨-૩ ગોળી મૂકી દો.

(૫) મરચાંનો સ્પ્રેઃ મરચાંની ગંધ તીખી હોવાથી તે સહન નથી કરી શકતી. બોટલમાં પાણી ભરી ૨ ચમચી લાલ મરચું નાખી તે જગ્યાએ સ્પ્રે કરો.

(૬) મોરપંખઃ ગરોળી એ મોરનો ખોરાક છે જેથી તે પીંછાં જોઈને જ ડરીને ભાગી જશે. મોરનાં ૫-૬ પીંછાંને દીવાલ પર ચોંટાડી દો, થોડા દિવસમાં જ ગરોળી ગાયબ થઈ જશે.

Read About Weather here

ધ્યાન રાખો ઘરના દરેક અંધારિયા ખૂણે સાફ-સફાઈ અવશ્ય રાખો. કારણ કે ઘરમાં કીડી, મકોડા જેવાં જીવજંતુઓ ગરોળીને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here