આસામમાં ઓઇલ રિફાઇનરી મથકો પર ઉલ્ફા આતંકી હુમલાનો ખતરો

આસામમાં ઓઇલ રિફાઇનરી મથકો પર ઉલ્ફા આતંકી હુમલાનો ખતરો
આસામમાં ઓઇલ રિફાઇનરી મથકો પર ઉલ્ફા આતંકી હુમલાનો ખતરો
અપર આસામ વિસ્તારમાં ઓઇલ ઇન્ડિયા લીમીટેડ કંપનીને ઓઇલ રીફાઇનરીઓ સહિતના મથકો પર ઉલ્ફા આતંકવાદીઓના હુમલાનો ખતર જળુબી રહ્યો છે. આસામ પોલીસને મળેલી ગુપ્તચર બાતમી  ઓઇલ ઇન્ડિયા કંપનીને હાઇ એલર્ટ પર મુકવામાં આવી છે. ઓઇલ ઇન્ડિયાના તમામ મથકોની સુરક્ષાની સમીક્ષા કરવા માટે તાકિદની બેઠક યોજવામાં આવી હતી અને તમામ તેલ મથકોની સુરક્ષા વ્યવસ્થા વધુ ઝડબે સલાક બનાવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આસામમાં સક્રિય પ્રતિબંધિત ઉલ્ફા સંગઠનના બન્ડખોરો તેલ કંપનીના ટોચના અધિકારીનું અપહરણ કરી જઇ મહત્વના મથકો  ત્રાટકવા કાવતરૂ ઘડી રહ્યાની પોલીસને ગુપ્તચર પાંખ તરફથી માહિતી મળી છે. કંપનીના પ્રવકતા ટી.હજારીકાએ જણાવ્યું હતું કે, ચેતવણીને પગલે તાકિદની બેઠક યોજવામાં આવી હતી. ઓઇલ મથકોની સુરક્ષા માટે સંખ્યાબંધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પણ સુરક્ષાનો મામલો હોવાથી મીડિયા સમક્ષ વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી. ઉલ્ફા બન્ડખોરો આધુનિક  અને સંદેશા વ્યવહારના સાધનો ધરાવે છે.

Read About Weather here

આથી ઓઇલ ઇન્ડિયા કંપનીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એકદમ સતર્ક રહેવા સુચના અપાઇ છે. વહેલી સવારે અને મોડી રાત્રે અવર-જવર ઘટાડી દેવા અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે. કંપનીના કામ સર રાત્રે હેરફેરની જરૂર પડે તો કંપનીના સુરક્ષા વિભાગને પહેલેથી જાણ કરવાની રહેશે. તમામ  રીફાઇનરી તથા અન્ય મહત્વના મથકો અને કચેરીઓની સુરક્ષા સજ્જડ બનાવવામાં આવી છે. કંપની પોલીસ તથા સુરક્ષા દળો સાથે સતત સંકલન કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here