આવું પણ કાઈ હોય…!

આવું પણ કાઈ હોય...!
આવું પણ કાઈ હોય...!
તાજેતરમાં સિલીગુડીમાં યોજાયેલા એક લગ્નનું મેનુ બહુ ચર્ચામાં છે. સિલિગુડીમાં યોજાયેલા લગ્નમાં જે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલું તેનું મેનુ લાકડાની ફુટપટ્ટી પર છાપવામાં આવ્યું હતું અને પછી મહેમાનોને આપવામા આવ્યું હતું. ભારતમાં લગ્ન એક ખાસ પ્રસંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

આજકાલ લગ્ન પ્રસંગને વિશેષ અને યાદગાર બનાવવા માટે પરિવારો હંમેશા કંઇક અનોખુ અને નવું કરતા હોય છે. તાજેતરમાં એક બંગાળી લગ્નનું મેનુ બહુ ચર્ચામાં છે. જેના પર નેટિઝન્સ કમેન્ટ કરી રહ્યાં છે.૩૦ સે.મી.ની ફુટપટ્ટી પર છાપેલુ આ મેનુ કાર્ડ વર્ષ ૨૦૧૩ના લગ્ન સમારંભનું છે

પરંતુ તાજેતરમાં કોઇએ તેને ટ્વિટર પર મુકતા વાયરલ થયું છે. તેના પર વાનગીઓની યાદીનું કેપ્શન લખ્યું છે ‘માપો અને ખાઓ’. આ ક્રિએટિવિટીના સોશિયલ મીડિયામાં ખૂબ વખાણ થઈ રહ્યા છે.આ મેનુ કાર્ડ સુષ્મિતા અને અનિમેષ નામના કપલનું છે,

જેમણે સિલીગુડીમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં પીરસવામાં આવતી વાનગીઓના નામ આ ફુટપટ્ટી પર લખવામાં આવ્યા છે. વાનગીઓની યાદીમાં ચિકન લોલીપોપ્સ, ક્રિસ્પી બેબી કોર્ન, કોફી વગેરે જેવા સ્ટાર્ટરનો સમાવેશ થાય છે.

આ વેડિંગ મેનુ કાર્ડ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યું છે. યુઝર્સ આ અંગે રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘જો કોઈ વધારે ખોરાક ખાય છે, તો કૃપા કરીને તેને આ સ્કેલથી મારશો નહીં.’ તો અન્ય એક યુઝરે લખ્યું છે, ‘બંગાળી લગ્નમાં નવીન શૈલીનું મેનૂ! તે તમારી પીઠ પર પડી પણ શકે છે

Read About Weather here

અને તમે કેટલું ખાઓ છો તે માપવામાં પણ ઉપયોગી થઈ શકે છે!’.મુખ્ય કોર્સમાં મટન કાશા, રસગુલ્લા, સંદેશ, ફિશ કાલિયા, ફ્રાઈડ રાઈસ, મટન મસાલા, કેરીની ચટણી જેવી પરંપરાગત બંગાળી વાનગીઓનો સમાવેશ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here