આવાસના બાકી હપ્તા ભરપાઈ કરવા તાકીદ

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
મહાનગરપાલિકાની વિવિધ આવાસ યોજનાઓના ડ્રો થયા બાદ કેટલાક આસામીઓએ મહાનગરપાલિકા દ્વારા વિવિધ માધ્યમોથી અવારનવાર જણાવવામાં આવ્યા પછી પણ હજુ સુધી આવાસના કેટલાક બાકી હપ્તાઓની ચૂકવણી નથી કરી તેમજ કેટલાક આસામીઓએ એલોટમેન્ટ લેટર પણ મેળવેલ નથી. આવા આસામીઓને દિવસ-7માં હપ્તાની ભરપાઈ કરવા અને એલોટમેન્ટલેટર મેળવી લેવા તાકીદ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત GHTC-I (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)માં 70 લાભાર્થીઓ, EWS-2માં 63 લાભાર્થીઓ, સ્માર્ટ ઘરમાં 13 લાભાર્થીઓ,LIG માં 168 લાભાર્થીઓ તેમજ મુખ્યમંત્રી ગૃહ યોજના EWS માં 12 લાભાર્થીઓ મળીને કુલ 329 લાભાર્થીઓને નોટીસ આપવામાં આવેલ છે.

Read About Weather here

આવાસના બાકી હપ્તાની રકમની ભરપાઈ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ, મહાનગરપાલિકા, ડો આબેડકર ભવન, રૂમ નંબર-2, બીજો માળ, ઢેબર રોડ, ખાતે રજુ કરવા અને એલોટમેન્ટ લેટર મેળવવાના બાકી છે તેવા આસામીઓએ બાકી હપ્તાની રકમ જમા કરાવી એલોટમેન્ટ લેટર મેળવી લેવા જણાવવામાં આવે છે.જો દિન-7મા આવી બાકી રકમ ભરપાઈ કરવામાં કસુર થશે તો તેવા આસામીઓના એલોટમેન્ટ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. મુદત સમય બાદ કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here