‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’ નિમિત્તે મહિલાઓ-સ્ત્રીઓ માટે
બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરોને નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ
હેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ 50,000 થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે આવતીકાલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાયષ્ટ્રી મહિલા દિવસ) નિમિત્તે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ-સ્ત્રીઓ માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
Read About Weather here
તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના રોજ હોય જેથી એ દિવસ દરમ્યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રી મુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે. જ્યારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટિકિટ લેવાની રહેશે. બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.આ ઉપરાંત રક્ષાબંધન તેમજ ભાઈબીજના પ્રસંગે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસ તથા બી.આર.ટી.એસ.બસમાં ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here