આમ જનતા પર એક વધુ બોજ

આમ જનતા પર એક વધુ બોજ, વીજ સરચાર્જમાં વધારો
આમ જનતા પર એક વધુ બોજ, વીજ સરચાર્જમાં વધારો

યુનિટદીઠ 10 પૈસા વધારી દેતી ગુજરાત સરકાર: વીજબિલ વધુ મોંઘા આવશે, ખેડૂતોને વધારો લાગુ નહીં થાય

મોંઘવારીની ચક્કીમાં પીસાતી જતી જનતા પર વધુ એક ભારે બોજોઆવી પડ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા વિજ સરચાર્જમાં યુનિટદીઠ 10 પૈસાનો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે કિસાનો સિવાય સમાજનાં તમામ વર્ગને હવે વીજબિલ વધુ મોંઘા પડનાર છે અને વીજબિલ ભરવા માટે ખિસ્સા વધુ હળવા કરવા પડશે. અત્યારે સરચાર્જ યુનિટદીઠ રૂ. 1.90 પૈસા હતો. જે હવે યુનિટદીઠ રૂ. 2 થઇ ગયો છે.

કિસાનોને ભાવવધારામાંથી મુક્તિ છે. કેમકે કિસાનોને વીજ વપરાશ માટે રાજ્ય સરકાર ભારે ઉંચી સબસીડી આપી રહી છે. કૃષિ વપરાશને બાદ કરતા વીજ વપરાશ કરનારા તમામ વર્ગોને વધુ ઉંચા

વીજબિલ ચૂકવવા પડશે. 1 લી ઓક્ટોબર 2021 ની પાછોતરી અસરથી સરચાર્જનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ઉંચા ભાવે વીજની ખરીદી કરે છે.

વીજ કંપનીઓ પાસેથી યુનિટદીઠ રૂ. 15 થી 17 ચૂકવીને નિગમ દ્વારા વીજતંગીને હળવી કરવા વીજ પુરવઠાની ખરીદી કરવામાં આવે છે. સરચાર્જ વધારાનાં નિર્ણય માટે નિગમે ગુજરાત વીજ નિયમન સતા મંડળની મંજૂરી લેવાની રહે છે.

જો આ મંજૂરી મળી જશે તો ઇંધણ એડજેસ્ટમેન્ટ ચાર્જમાં બીજા 40 પૈસા વધી જશે અને યુનિટદીઠ સરચાર્જ રૂ. 2.40 પૈસા થઇ જશે.ઉર્જા નિષ્ણાંત કે.કે.બજાજ જણાવે છે કે, વિકાસ ઉર્જા નિગમને ખૂબ જ ઉંચા ભાવે વીજળીની ખરીદી કરવી પડી રહી છે.

Read About Weather here

ચાલુ નાણાંકીય વર્ષનાં એપ્રિલ થી જૂન સુધીના ગાળામાં યુનિટદીઠ રૂ. 4.99 પૈસાનાં દરે વીજ પુરવઠાની ખરીદી કરવામાં આવી હતી. એ રીતે ગયા વર્ષનાં પ્રમાણમાં ઉર્જા ખરીદી ખર્ચમાં જબરો વધારો થયો છે અને યુનિટદીઠ 50 પૈસા વધુ ચૂકવવા પડ્યા છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here