મુઝકો યારો માફ કરના મેં (સત્તાકે) નશે મેં હું…!!
માર્કેટયાર્ડ ચૂંટણીનાં પ્રચાર અને જનઆશિર્વાદ યાત્રામાં માસ્કને તીલાજંલી, બેફામ ભીડ વચ્ચે મહાલતા નેતાઓ: લોકરોષ
કોરોના મહામારી હજુ પુરેપુરી ખતમ થઇ નથી એવી રાજકોટથી દિલ્હી સુધીના આરોગ્ય નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો વારંવાર ચેતવણી આપી રહયા છે અને પ્રજાને સલાહ આપી રહયા છે
Visit Saurashtra Kranti Homepage here
કે, કોરોનાની ત્રીજી લહેર લાવવી ન હોય તો તમામ આમ લોકોએ કોરોનાના પ્રોટોકોલનું સખ્તાઇ સાથે હજુ પાનલ કરતા રહેવું જોઇએ. પરંતુ આરોગ્ય નિષ્ણાંતો અને દેશનાં ટોચના વૈજ્ઞાનિકો દ્વારા વારંવાર અપાતી ચેતવણીની
કોઇ અસર સત્તાની મધહોસીમાં ઝુમતા મહાલતા નેતાગણ પર થઇ રહી નથી. તેવું તાજેતરના કેટલાક કાર્યક્રમો પરથી સ્પષ્ટ પણે નજરે ચડી આવે છે. તેમ લોકો દ્વારા મીડિયામાં આક્રોશ વ્યકત કરી આક્ષેપો કર્યા છે.
તાજેતરમાં રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીના પ્રચાર માટે યોજાયેલી સભા અને પ્રચારના કાર્યક્રમો હોય કે, રાજકોટ આવેલી ભાજપની એક મંત્રીના નેતૃત્વ હેઠળની જનઆશિર્વાદ યાત્રા હોય, સત્તાધારી પક્ષ દ્વારા યોજાતા આવા તમામ કાર્યક્રમોમાં બેફામ ભીડ જોવા મળી છે.
અકડેઠટ કાર્યકરોનો જમેલો કરવામાં આવ્યો છે અને દેખીતી રીતે કોઇએ માસ્ક પહેર્યા નથી. મંચ પર દેખાતા અને ખુલ્લા વાહનોમાં હાથ જોડીને ભીડને વંદન કરી રહેલા દેખાતા કોઇ નેતાએ માસ્ક પહેર્યા દેખાતા નથી.
સત્તાના મદમાં ભાન ભુલી ગયેલી નેતાગીરી આ જોખમી પ્રયોગો કરી રહી છે જે ખરેખર જનતાને ભારે પડી શકે છે. આવા પ્રયોગોથી નેતાગણને તો કાંઇ થતું નથી પણ આમ આદમીને તેની ભારે કિંમત ચુકવવી પડતી હોય છે.
એ સત્ય કદી આ નેતા ગણને સમજાશે નહીં. આમ જનતાને માસ્ક વગર જોઇને દંડના દંડુકા પછાડતી રહેતી પોલીસને જાહેરમાં કોરોના નિયમોનો થઇ રહેલો ભંગ કાંતો દેખાતો નથી યા તો જોવા જ માંગતા નથી.
Read About Weather here
એટલે આડુ જોઇ જાય છે. શું થશે પ્રજાનું? આ તો અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો તાલ સર્જાઇ રહયો છે અને પ્રજા પીસાઇ રહી છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here