‘આપ’માં જોડાયેલા રાજકોટનાં બંને કોર્પોરેટરોને કોંગ્રેસની નોટીસ

‘આપ’માં જોડાયેલા રાજકોટનાં બંને કોર્પોરેટરોને કોંગ્રેસની નોટીસ
‘આપ’માં જોડાયેલા રાજકોટનાં બંને કોર્પોરેટરોને કોંગ્રેસની નોટીસ
અંતે કોંગ્રેસ દ્વારા ‘આપ’માં જોડાઈ ગયેલા પક્ષનાં બંને કોર્પોરેટર સામે ધોરણસરની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવતા રાજકોટમાં કોંગ્રેસનાં રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. આજે શહેર કોંગ્રેસનાં પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ કોંગ્રેસ છોડીને ‘આપ’માં જોડાયેલા બંને કોર્પોરેટર વોર્ડ નં.15નાં વશરામ સાગઠીયા અને શ્રીમતી કોમલબેન ભારાઈને નોટીસ ફટકારી છે અને નોટીસ મળ્યાનાં બે દિવસમાં કોર્પોરેટર પદેથી રાજીનામાં આપી દેવા નહિતર કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા ચેતવણી આપી છે.
કોંગ્રેસ છોડી ગયેલા રાજકોટ મનપાનાં બંને કોર્પોરેટરને રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ એવી નોટીસ ફટકારી છે કે, આપ બંને મનપાની સામાન્ય ચૂંટણી 2021 માં યોજાઈ ત્યારે બંનેએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યા હતા. તમોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચૂંટણી પંચને આપવાનું થતું ફોર્મ ‘ક’ અને ‘ખ’ આપેલ જેથી તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચિન્હ ‘હાથ’ (પંજો) ફાળવવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

એથી તમો કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. ત્યારબાદ તમો બંનેએ તા.14/4/2022 નાં રોજ પક્ષનાં ચિન્હોનું અનાદર કરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલ છો તેવા સમાચારો આપ નાં ફોટા સહિત ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયામાં જાહેર થયેલ છે. જયારે તમો કોંગ્રેસ પક્ષનાં નિશાન ‘હાથ’ (પંજો) પર ચૂંટણી લડ્યા હોય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે તમારા ચૂંટાયેલા પદ ઉપરથી રાજકોટ મહાનગરપાલિકાનાં મ્યુ.કમિશનરશ્રીને કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપ્યા વિના તમો અન્ય પાર્ટી જેમકે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલ હોય તેથી તમોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં ચિન્હો અને ચૂંટણી અધિકારીને આપવામાં આવેલ મેન્ડેટનો અનાદર કર્યો હોય ભારતીય ચૂંટણી પંચનાં કાયદાઓનો ભંગ કરેલ છે.

Read About Weather here

જેથી આ નોટીસથી જણાવવામાં આવે છે કે, આ નોટીસ મળ્યાનાં બે દિવસમાં આપશ્રીએ કોર્પોરેટર પદેથી તાત્કાલિક રાજીનામું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનરને આપી દેવું. અન્યથા આપની સામે પક્ષાંતર વિરોધીધારા (કાયદા) મુજબ તેમજ કાયદાઓની અન્ય જોગવાઈઓ અને નિયમો અનુસાર તમોની સામે કાર્યવાહી કરવાની અમોને ફરજ પડશે. જયારે કોંગ્રેસ સમિતિએ એવું પણ જણાવ્યું છે કે, આ નોટીસ તમોને તમારા મો.નં. 98251 65191 માં વોટ્સએપ તથા રજીસ્ટર એ.ડી.થી બજાવીએ છીએ. આ શોકોઝ નોટીસની નકલ ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત સરકારનાં મુખ્ય સચિવ, રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટનાં મ્યુ.કમિશનર, રાજકોટનાં મેયર અને રાજકોટ મહાનગરપાલિકાનાં સેક્રેટરીને પણ કાર્યવાહી અર્થે મોકલવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here