આપણે આરામ કરવા સત્તા પર આવ્યા નથી: વડાપ્રધાન

આપણે આરામ કરવા સત્તા પર આવ્યા નથી: વડાપ્રધાન
આપણે આરામ કરવા સત્તા પર આવ્યા નથી: વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપને ચૂંટણીનો વિજય મંત્ર આપતા સાથે સાથે એવી પણ નક્કર સલાહ આપી હતી કે, આપણે આરામ કરવા માટે સત્તા પર આવ્યા નથી. જનતાને ભાજપ પર વિશ્ર્વાસ છે. એટલે ભાજપની જવાબદારી પણ વધી ગઇ છે. આપણે વિજય સંકલ્પ સાથે આગળ વધવાનું છે. વિશ્ર્વને અને દેશને આજે આપણા તરફ ઘણી આશાઓ છે. આપણે આપણા સંકલ્પો પરીપુર્ણ કરવા માટે આગળ વધવાનું છે.જયપુર ખાતે શરૂ થયેલી બે દિવસની રાષ્ટ્રીય પદાધિકારીઓની ચિંતન શિબિરને વર્ચ્યુઅલ સંબોધન વડાપ્રધાને જણાવ્યું હતું કે, જનસંઘથી આપણે શરૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપની પ્રગતીથી અને તેના ફેલાવાથી મને ગર્વ છે. આપણે કઇ આરામ કરવા માટે સત્તા પર આવ્યા નથી. સહુનો સાથ, સહુનો વિકાસ એ આપણો મંત્ર છે. આપણા લક્ષ્યાંકો પરીપુર્ણ કરવા માટે આપણે સહુ સંકલ્પ કરીએ. તેમણે કહ્યું હતું કે, એનડીએના આઠ હું ગરીબોને સમર્પિત કરૂ છું.તેમણે કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય ખુબ જ ઉજવળ દેખાઇ રહ્યું છે. 21મી સદી ભારત માટે ખુબ મહત્વ પૂર્ણ છે. કેમ કે, સમગ્ર વિશ્ર્વને ભારત પાસે આશા છે. દેશ મોટા લક્ષ્યાંકો તરફ આગળ વધી રહયો છે. જનતાને પણ ભાજપ ઉપર વિશ્ર્વાસ છે એટલે ભાજપની ખુબ જવાબદારી વધી ગઇ છે.

Read About Weather here

તેમણે વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, આપણે તમામ પડકારોને પાર કરી લેશું. ભાજપને આગામી 25 વર્ષ માટેના લક્ષ્યાંકો નક્કી કરવા અને એ લક્ષ્યાંકો પુરા કરવાનું સંકલ્પ લઇ આગળ વધવા વડાપ્રધાને પક્ષને આહવાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાજેસ્થાનમાં અનેક મોટા નેતાઓ સાથે કરવાનો મને અવસર મળ્યો છે. પક્ષના કાર્યકરો મને ઉર્જા પુરી પાડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here