આનંદો: રાજકોટમાં પાંચ દિવસ જન્માષ્ટમીનો લોકમેળો

આનંદો: રાજકોટમાં પાંચ દિવસ જન્માષ્ટમીનો લોકમેળો
આનંદો: રાજકોટમાં પાંચ દિવસ જન્માષ્ટમીનો લોકમેળો
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન શહેરના રેસકોર્ષ મેદાનમાં તા.17-8 બુધવારથી તા.21-8 રવિવાર સુધી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ઉકત લોકમેળા માટે પ્રતિ વર્ષની માફક વિવિધ ધંધો કરવા અંગેના સ્ટોલ/પ્લોટ માટે જે કોઈ વ્યકિતઓ ફોર્મ ભરવા ઈચ્છતી હોય તો તેમના માટે અરજીઓ વિતરણ કરવા તથા અરજીઓ પરત સ્વીકારવામાં આવશે. અરજી પત્રકનું વિતરણ રૂ.100 ની રોકડ કિંમતથી તા.11-7 સોમવારથી તા.16-7 શનિવાર સુધી સવારના 11 થી 16 કલાક સુધી રજાના દિવસો સિવાય ઈન્ડીયન બેંક, તોરલ, બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે વિતરણ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ભરેલા અરજી ફોર્મ સ્વીકારવા માટે તા.11-7 સોમવારથી તા.16-7 શનિવાર સુધી સવારના 11 થી બપોરના 16 કલાક સુધી રજાના દિવસો સિવાય ઈન્ડીયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે નિયત સમયમાં નિયત અરજી ફોર્મમાં બતાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફટ સાથે ભરેલ અરજીપત્ર સ્વીકારવામાં આવશે.
અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે. નિયત ફોર્મ સિવાય અરજી સ્વીકારવામાં આવશે નહીં. જુદી-જુદી કેટેગરીની બેઠી કિંમતની પુરેપરે રકમ ટેક્ષની સુચિત રકમ તથા ડિપોઝિટની પુરેપુરી રકમ મળીને કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફટ ‘અધ્યક્ષ લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ’ ના નામનો સાથે રાખીને ફોર્મ આપવાનું રહેશે.

યાંત્રિક કેટેગરીમાં જે આસામીએ ફોર્મ ભરેલ હશે તે બધી યાંત્રિક કેટેગરીઓ ઊ-ઋ-ઇં માં હરરાજીમાં ભાગ લઈ શકશે. હરરાજીવાળી કેટેગરીઓમાં ફોર્મ ભરેલ આસામીઓએ અપસેટ પ્રાઈઝથી ઉપરની બોલી બોલવાની રહેશે. કેટેગરી જે, કે-1, કે-2 નું ફોર્મ ભરનાર આસામીએ રાજકોટ મહાનગરપાલિકાનું રેસકોર્ષ મેદાન ખાતેના એલોટમેન્ટ લેટર રજૂ કરેલ હશે. તે આસામીઓનું જ ફોર્મ સ્વીકારવામાં આવશે. એક એલોટમેન્ટ લેટરવાળા ગમે તે એક જ કેટેગરીમાં એક ફોર્મ રજૂ કરી શકશે. એટલે કે કેટેગરી- જે, કે-1, કે-2 માંથી એક કેટેગરીમાં ફોર્મ ભરી શકશે. જો બે કેટેગરીમાં ફોર્મ ભરેલ હશે તો બન્ને ફોર્મ રદ કરવામાં આવશે.

Read About Weather here

કેટેગરી-જે તથા કે-1, કે-2 માટેના પ્રવેશદર મહતમ રૂ.20 લેવાના રહેશે તેમજ કેટેગરી-ઈ, એફ.જી.એચ (યાંત્રિક) આઈટમોના પ્રવેશદર મહતમ રૂ.30 લેવાના રહેશે. લોકમેળાનો નકશો (લે-આઉટ પ્લાન) નાયબ કલેકટર કચેરી, રાજકોટ-1 પ્રાંત, જૂની કલેકટર કચેરી રાજકોટ ખાતે નોટીસ બોર્ડ ઉપર, કચેરી સમય દરમ્યાન જોઈ શકશે. કેટેગરી-એકસ (આઈસ્ક્રીમ ચોકઠા) ની હરરાજી કરવામાં આવે છે. જેમાં કોઈપણ વ્યકિત/કંપની હરરાજીમાં ભાગ લઈ શકશે અને તેઓ આઈસ્ક્રીમ ચોકઠાના આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત તે સ્ટોલમાં કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here