આદિત્યે પોસ્ટ સાથે કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં આદિત્ય પિતા તથા સિંગર ઉદિત નારાયણ, શોના જજ શંકર મહાદેવન, હિમેશ રેશમિયા તથા વિશાલ દદલાણી જોવા મળે છે. આદિત્ય નારાયણ હવે સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ હોસ્ટ કરશે નહીં. હાલમાં જ તેણે સો.મીડિયામાં ઇમોશનલ પોસ્ટ શૅર કરી હતી.હાલમાં જ આ શોની ફિનાલે યોજાઈ હતી. આ શો 19 વર્ષીય નીલાંજના રે વિનર બની હતી.આદિત્યે કેપ્શનમાં કહ્યું હતું, ‘ભારે હૈયે હું ‘સા રે ગા મા પા’ જેવા શોનું હોસ્ટિંગ છોડી રહ્યો છું.
Visit Saurashtra Kranti Homepage here
આ શોએ મને ઓળખ આપી હતી. 18 વર્ષના ટીનેજરથી લઈ યુવાન સુધી અને એક પત્ની ને દીકરી સાથે. 15 વર્ષ, 9 સિઝન, 350 એપિસોડ, સમય સાચે જ ઝડપથી પસાર થાય છે. નીરજ શર્મા, આભાર. હજી વધુ સારું થવાનું બાકી છે.’આદિત્યની આ પોસ્ટ પર ચાહકોથી લઈ સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી. વિશાલે કહ્યું હતું, ‘હું શું બોલું, મારો અને તારો પહેલો ‘સા રે ગા મા પા..’ અને આપણે આમાંથી કંઈક મેળવ્યું હતું. મને આશા છે
Read About Weather here
કે તું તારું મન બદલીશ અને તારું બનાવેલં સંગીત એટલું સફળ થશે કે તને ટીવી કરવાનો સમય રહેશે નહીં. કંઈ નહીં. હું કરી લઈશ. જા આદિ… જી લે અપની જિંદગી. લવ યુ.’આદિત્યે ગયા વર્ષે 2021માં જ જાહેરાત કરી હતી કે તે 2022માં ટીવીને અલવિદા કહેશે અને બિગ પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશે. આદિત્યે ‘ઇન્ડિયા આઇડલ’ની 11 તથા 12મી સિઝન હોસ્ટ કરી હતી. આદિત્યે 2020માં શ્વેતા અગ્રવાલે સાથે લગ્ન કર્યાં હતાં. હાલમાં જ આદિત્ય હમણાં જ દીકરીનો પિતા બન્યો છે.આદિત્યે 2007માં સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા ચેલેન્જ’માં હોસ્ટ તરીકે શરૂઆત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here