કાચા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઇ જતાં કેટલાંક ગામોમાં અવરજવર મુશ્કેલ બની ગઇ છે. આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન પડેલા ધમાકેદાર વરસાદથી સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વધુ નાજુક બની છે. એમાંય બોરસદના સારોલ ગામે મંગળવારના રોજ ગોઠ સમા પાણી ભરાઇ ગયાં હતાં. તળાવ ફાટતાં પાણીનો ધોધ નજીકની શાળા તરફ વળ્યો હતો, જેથી વિદ્યાર્થીઓ ફસાયા હતા. આખરે ગ્રામજનોએ હિંમત દાખવી તંત્રની રાહ જોયા વગર જ બચાવકાર્ય હાથ ધરી હતી. તમામ વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
આણંદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે એ પહેલાં જ વરસાદે એનો મિજાજ દેખાડી દીધો હતો. મંગળવારની બપોરે કાળાં ડિબાંગ વાદળો આવી ચડ્યાં હતાં અને જોતજોતાંમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો હતો. આ વરસાદ સાર્વત્રિક પડ્યો હતો. આણંદ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન વરસાદની હેલીના કારણે નદી, નાળાં અને તળાવો છલોછલ થઇ ગયાં હતાં. બોરસદના સારોલ ગામે તળાવ ફાટતાં શાળામાં પાણી ભરાયાં હતાં, જેથી ગ્રામજનોએ બાળકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.
આ ઉપરાંત જિલ્લાનાં અન્ય ગામડાંમાં પણ સતત વરસાદથી અવરજવર મુશ્કેલ બની ગઈ છે.આણંદ જિલ્લામાં ગઈકાલે સાંજે 4થી 6ના સમય દરમિયાન મેઘરાજાએ જોરદાર આક્રમણ કર્યું હતું. એક કલાકના વરસાદમાં બોરસદ તાલુકાનું સારોલ ગામ જળ બંબાકાર થયું હતું. સમગ્ર સારોલ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં.ઉમરેઠ પંથકમાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે નગરના ખારવાવાડી, ભગવાન વગા, ઓડ બજાર, વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, જેને કારણે નાના વાહનચાલકો અટવાયા હતા. ઉમરેઠ પંથકમાં એક કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.
Read About Weather here
ભારે પવન સાથે વરસાદ શરૂ થયેલા વરસાદના કારણે બજાર વિસ્તારમાં પણ ગોઠણ સમા પાણી ભરાયાં હતાં. આણંદના વિદ્યાનગર, મોગરી, નાપાડ, નાવલી, કરમસદ, વલાસણ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ મુશળધાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આંકલાવમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કારણે નગર અને તાલુકાનાં ગામડાંમાં જળબંબાકાર થયો હતો.આ ઉપરાંત ભાટપુરા, લીંગડા, થામણાં સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ભારે વરસાદ પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here