રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ગોળાઈ પર સર્જાયો અકસ્માત
આટકોટ નજીક અકસ્માતમાં બાબરાના ટ્રક ચાલક દિલુભાઈ લખમણભાઈ કડેવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું. બનાવની વિગત એવી છે કે મૃતક બાબરાથી ટ્રક લઈ નિકળ્યા હતા અને રસ્તામાં રાત્રે 10 વાગ્યા આસપાસ આટકોટ નજીક રાજકોટ ભાવનગર હાઈવે પર શિવ-વિહાર હોટેલ પાસે ગોળાઈ ઉપર ચાલક મૃતકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડીવાઈડર કુદી બીજી બાજુનાં રોડ પર જતા ટ્રક સાથે અથડાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં મૃતક દિલુભાઈ ડ્રાઈવિંગ સીટ પરથી ફંગોળાઈ રોડ પર પડયા હતા.તેને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે સામેના ટ્રકમાં ભારે નુકશાન થયુ હતું. બીજા ટ્રકમાં નુકશાન થતા આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદી દિનેશ ગીરધરભાઈ સેખડા (પટેલ) (રહે.રામોદ તા.કોટડાસાંગાણી) એ જણાવેલ કે તેઓ નાના માંડવાથી મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળી વેચવા ટ્રક લઈ જઈ રહ્યા હતા.
Read About Weather here
તેમની સાથે તેમના મામાના દીકરી પંકજ પડાલીયા, હિંમતભાઈ અકબરી અને મજુર હતા. 252 કટા ડુંગળી ભરી હતી.મહુવા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં દિલુભાઈ નામનાં ચાલકનો ટ્રક તેમનાં ટ્રક સાથે ડીવાઈડર કુદી અથડાયો હતો જેથી અમારા ટ્રકમાં નુકશાન થયુ હતું અને સામેના ટ્રકના ચાલક દીલુભાઈનું મોત નીપજયુ હતું પોલીસે આવી મૃતદેહને જસદણ હોસ્પીટલે પીએમ અર્થે ખસેડયો હતો મૃતકનાં પરિવારજનોનાં જણાવ્યા મુજબ દીલુભાઈ 7 ભાઈઓમાં વચેટ હતા. તેમને સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો છે તેમના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here