આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ પુરજોશમાં

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ સંચાલિત નવનિર્મિત કે.ડી.પી. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આગમી તા. 28નાા રોજ આવવાના છે.આ કાર્યક્રમના આયોજન માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને તેમજ વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં જસદણ ખાતે સંબંધિત મહાનુભાવો, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. તેમજ મંત્રીઓએ આટકોટમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ લોકાર્પણ થનાર છે તે કે.ડી.પી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જસદણમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ બેઠકનું સંચાલન કર્યું હતું. કલેકટરએ હેલિપેડ, ડોમ, કોન્વોય, પાર્કિંગ વગેરેની થઈ રહેલી વ્યવસ્થાના આયોજનની માહિતી આપી હતી. આ પ્રસંગે  સાંસદ મોહનભાઈ કુંડરીયા, ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, મેયર ડો. પ્રદીપ ડવ,  જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાંત અધિકારી કે.ટી.બાટી, રેન્જ આઇ.જી. સંદીપ સિંઘ, પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ કે.ડી.પી. હોસ્પિટલના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી તેમજ ભાજપના ગુજરાતના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, પ્રમુખ બાબુભાઈ અસલાલિયા, ટ્રસ્ટી પરેશભાઈ ગજેરા વગેરે  ઉપસ્થિત રહ્યા હતા.દેશના વડાપ્રધાન જસદણ તાલુકાના આટકોટ ખાતે આવી રહ્યા હોય જસદણ શહેરના તમામ વેપારીઓએ  ધંધા રોજગાર બંધ રાખી વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉમટી પડવા જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Read About Weather here

જસદણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઇ આર. ધાધલની યાદીમાં જણાવ્યા મુજબ જસદણ તાલુકાના આટકોટ ખાતે ડો. ભરતભાઇ બોઘરા  સંચાલિત પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ  રૂપી આરોગ્ય ધામનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા. 28-5 ને શનિવારે થવાનું છે ત્યારે આ આરોગ્યની સેવાનાં યજ્ઞરૂપી કાર્યક્રમમાં જસદણ શહેરના તમામ વેપારીઓએ શનિવારે બપોરે એક વાગ્યા સુધી વેપાર-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખીને આ સેવાયજ્ઞમાં આહુતિ આપવાના ભાગરૂપે વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવે છે.  આટકોટ ખાતે કે. ટી. પરવાડિયા હોસ્પિટલના ઉદ્દઘાટનમાં જસદણ શહેરના તમામ કારખાનેદારો, વેપારીઓ, લારી ગલ્લાવાળા સહિતના તમામ લોકો સવારે 9 કલાકે આટકોટ ખાતે આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું તેમજ જસદણનું ગૌરવ વધારે તેવી  જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાઘલે અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here