આજે 20 જિલ્લાઓમાં ‘યલો’, 6 જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ

આજે 20 જિલ્લાઓમાં ‘યલો’, 6 જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ
આજે 20 જિલ્લાઓમાં ‘યલો’, 6 જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદનો વિક્રમ
100 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સપ્ટેમ્બરમાં બીજા ક્રમનો વિક્રમી વરસાદ: અમદાવાદમાં આજે પણ સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: રાજયમાં ભારે વરસાદ માટે આભારી બની નવી લોપ્રેસર સિસ્ટમ

ગુજરાતમાં અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે સવારથી ભારે વરસાદ પડવાનું શરૂ થયું હતું. અન્યત્ર આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

Visit Saurashtra Kranti Homepage here

વચ્ચે 20 જિલ્લાઓમાં આજના દિવસ માટે યલો અને 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સપ્ટેમ્બરના વરસાદે પાછલા 100 વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે અને બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ થયો છે.

રાજયના 61 ડેમ સપુર્ણ પણે ભરાઇ ગયા છે. જયારે અન્ય 18 ડેમ છલ્કાવવાથી 6% દુર છે. રાજયના જળાશયોમાં સરેરાશ 74% જળસંગ્રહ થઇ ગયો છે.

આજે વહેલી સવારથી અમદાવાદમાં ફરી ભારે વરસાદ તુટી પડયો છે. વિજળીના કડાકા ભડાકા અને સખત પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો.

ચાંદખેડામાં 1 ઇંચ તથા ગોતા અને સોલામાં અડધો ઇંચ વરસાદ થયો હતો. રાજયમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજયનાં 190 તાલુકાઓમાં વ્યાપક વરસાદ થયો છે.

આજે સવારે પણ 30 તાલુકાઓમાં પણ મેઘમહેર શરૂ થઇ ગઇ હતી. ગુલાબ ઝંઝાવાતની અસરને કારણે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની શકયતાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

જયારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વાકરા, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, તાપી વગેરે વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુરૂવારે રાજકોટમાં અતિભારે અને જૂનાગઢ, અમરેલી તથા ભાવનગરમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજયનો સરેરાશ કુલ વરસાદ 85% થઇ ગયો છે.

Read About Weather here

સપ્ટેમ્બરમાં નવી લો પ્રેસર સીસ્ટમ બની તેના કારણે ગુજરાત પર વ્યાપક મેઘમહેર થવા પામી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here