રાજકોટ જિલ્લામાં કુલ 41 કેન્દ્રો પર 8200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી અને એબી ગ્રૂપના ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આજે ગુજકેટની પરીક્ષા લેવાશે. સવારે 10થી સાંજે 4 કલાક સુધી આપવાના છે.સવારે 10થી 12 કલાક દરમિયાન ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સાથે લેવાશે. ત્યારબાદ બ્રેક રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
બપોરના સેશનમાં બાયોલોજી અને ગણિતનું પેપર લેવાશે. ગુજકેટમાં જુદા જુદા વિષયના બહુવિકલ્પિય પ્રકારના પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે ગુણ અને સમય દર્શાવેલો હશે. રાજ્યભરના 34 કેન્દ્રો પર 626 બિલ્ડિંગમાં 6,598 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા લેવાનાર હોવાનું જાણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here