આજે ગુરૂપુષ્ય નક્ષત્ર: સોના-ચાંદી બજારમાં ખરીદીનો ચમકારો

આજે ગુરૂપુષ્ય નક્ષત્ર: સોના-ચાંદી બજારમાં ખરીદીનો ચમકારો
આજે ગુરૂપુષ્ય નક્ષત્ર: સોના-ચાંદી બજારમાં ખરીદીનો ચમકારો

આજે વહેલી સવારથી જ શુભ કાર્યોની શરૂઆત, આવતીકાલે સવાર સુધીના શ્રેષ્ઠ મુહૂર્તમાં સોના-ચાંદી, ચોપડા, વાહન સહિતની શુકનવંતી ખરીદી માટે શ્રેષ્ઠ સમય: અવનવી ડીઝાઇનના કલાત્મક આભૂષણોનો ઝળહળાટ

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવસ બાકી છે એવામાં બજારોમાં ખરીદી માટે ચહલ-પહલ વધી છે. દિવાળી પહેલાના દિવસોમાં વિવિધ વેપાર-રોજગાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં હલચલ દેખાવા લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે પુષ્ય નક્ષત્ર હોવાથી વહેલી સવારથી જ શુભ કાર્યોની શરૂઆત થઇ ચુકી છે.આવતીકાલે સવાર સુધીના શ્રેષ્ઠ મુહૂર્તમાં સોના-ચાંદી, ચોપડા, વાહન સહિતની શુકનવંતી ખરીદી માટે શ્રેષ્ઠ સમય છે.

કોરોનાના કારણે બજારમાં ભારે મંદીના વાતાવરણ વચ્ચે સોનાના વધેલા ભાવ હોવા છતાં ઘણા જવેલર્સ દ્વારા સોનાની ખરીદી માટે તેમજ ગ્રાહકો માટે આકર્ષક સ્કીમો રજૂ કરવામાં આવી છે. જેમાં ઘરેણાના ઘડામણનો ચાર્જ ઘટાડવામાં આવ્યો છે.

ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન, ગિફટ આર્ટીકલ અને લગ્ન પ્રસંગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે.

દરમિયાન પુષ્યને નક્ષત્રનો રાજા પણ કહેવાય છે. આ નક્ષત્ર એટલું શુભ છે કે જે દિવસે આ નક્ષત્ર પડે તે દિવસ પંચાંગ જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે. જ્યારે પણ ગુરૂવારના દિવસે પુષ્ય યોગ બને છે તો એ દિવસને ગુરૂ પુષ્ય યોગ કહેવાય છે.

સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ઝવેરી બજાર અને અમીન માર્ગ પરના શો-રૂમમાં ડાયમંડ જવેલરીની આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે.

Read About Weather here

ત્યારે સોની બજારમાં આજે પુષ્ય નક્ષત્ર નિમિતે લોકો સોના-ચાંદીની ખરીદી કરતા તસવીરમાં નજરે પડે છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here