આજીડેમ પોલીસ મથકમાં પરિણીતાનો આપઘાત : ઈન્કવાયરીનો આદેશ

આજીડેમ પોલીસ મથકમાં પરિણીતાનો આપઘાત : ઈન્કવાયરીનો આદેશ
આજીડેમ પોલીસ મથકમાં પરિણીતાનો આપઘાત : ઈન્કવાયરીનો આદેશ
ત્રંબાના ઢાંઢણી ગામની નયના પ્રફુલ કુકડીયા (ઉં.વ.35)એ ગઇકાલે આજીડેમ પોલીસ સ્ટેશનના લેડીઝ વોશરૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવશે. મહિલાની અટકાયત કરાઇ હતી કે કેમ? આપઘાત સમયે પોલીસ સ્ટેશનમાં કોણ હાજર હતું? આ કિસ્સામાં કોઈની બેદરકારી છે કે કેમ? સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે. આપઘાત સમયે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓના નિવેદન લેવામાં આવશે.
જેના કારણે નયનાએ આત્મહત્યા કરી એ ત્રંબાનો તેનો પૂર્વ પ્રેમી મુકેશ માધવજીભાઇ અઘારા શુક્રવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ શનિવારે સવારે ત્રંબાની સીમમાં ગઢકા રોડ પરથી કપાળે ગંભીર ઇજા સાથે મળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મુકેશ પર હુમલામાં નયના કંઇક જાણતી હોવાની શંકાએ આજીડેમ પોલીસે શનિવારે તેની પૂછપરછ માટે બોલાવી હતી અને સાંજે ઘરે જવા કહ્યું હતું. પરંતુ પોતાને પતિ ખીજાશે એવા ડરે તે રાતે પોલીસ સ્ટેશને જ રોકાશે તેમ કહેતાં તેને મહિલા પોલીસ કોન્સ્ટેબલની દેખરેખ હેઠળ રૂમમાં સુવડાવી હતી. આ બાદ તેણે રવિવારે બાથરૂમ જવાના બહાને આપઘાત કર્યો હતો. પૂર્વ પ્રેમી ત્રંબા પાસેથી સીમમાંથી ઇજા પહોંચેલી હાલતમાં મળ્યો હતો.

Read About Weather here

બીજી તરફ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મુકેશે ફરીથી પોલીસ સમક્ષ એવું રટણ કર્યુ હતું કે, પોતે રવિ સાથે દારૂની મહેફીલ માંડી હતી ત્યારે ત્યાં નયના પણ હાજર હતી. હુમલામાં નયનાના કોઇ નજીકના સામેલ હોવાની શંકાએ તપાસ થઇ રહી છે. શુક્રવારે સાંજે ઘરેથી ગઢકા રોડ પર રવિ નામના શખસ સાથે દેશી દારૂ પીધા બાદ બેભાન થઇ ગયો અને શનિવારે કપાળે ગંભીર ઇજા સાથે મળ્યો હતો. ફરિયાદમાં મુકેશે જેનું નામ આપ્યું એવો રવિ નામનો કોઇ શખ્સ અણીયારામાં છે જ નહીંનું પણ ખુલ્યું છે.સમગ્ર બનાવ અંગે તપાસના આદેશો અપાઈ ગયા છે. હકીકતે જ્યારે મૃતક મહિલા વોશરૂમ જવાનું કહીં બાથરૂમમાં ગયા ત્યારે, તે સમય દરમિયાન ક્યાં ક્યાં પોલીસ કર્મચારીઓ આજીડેમ પોલીસ મથકમાં હાજર હતા તે અંગે તપાસ કર્તાએ વિગતો મેળવી છે હવે ફરજ પર રહેલા તમામ સ્ટાફ, મહિલાને લાવનાર કે પોલીસ મથકે બોલાવનાર અધિકારી-કર્મચારી સહિતના લોકોના નિવેદનો લેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here