આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ થઈ જશે. ઘણાં સમયથી કોઈ અટવાયેલું પેમેન્ટ પણ મળવાની શક્યતા છે. જેથી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે.પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. જેની અસર પરિવારની સુખ-શાંતિ ઉપર પડી શકે છે. એટલે સારું રહેશે કે અન્ય લોકોની સમસ્યાઓમાં ગુંચવાશો નહીં.કાર્યક્ષેત્રમાં કોઈ કારણોસર થોડો તણાવ ઊભો થઈ શકે છે.કામ હોવાના કારણે તમે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કામ વધારે રહેશે પરંતુ તમે સંપૂર્ણ મનોયોગ અને ઊર્જા સાથે તેને સંપન્ન કરશો. કોઈ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં પણ પસાર થશે.બાળકોના કરિયરને લઇને થોડી ચિંતા રહી શકે છે. આ નકારાત્મક વાતાવરણમાં ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે. બાળકો સાથે સમય પસાર કરીને તેમના મનોબળને જાળવી રાખવું તમારી જવાબદારી છે.પ્રોપર્ટીને લગતા વેપાર માટે આજનો દિવસ શુભ છે.પતિ-પત્નીના સંબંધો ગાઢ રહી શકે છે.બદલાતા વારવરણના કારણે ઉધરસ જેવી ફરિયાદ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે તમારી મહત્ત્વપૂર્ણ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમારી ક્ષમતાઓ અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. થોડો સમય સમાજસેવી સંસ્થાઓની મદદમાં પણ પસાર થશે.રૂપિયાની લેવડદેવડને લગતા કાર્યોને ખૂબ જ ધ્યાન પૂર્વક કરો. તેના કારણે ઘરમાં પણ કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે. જો વાહનને લગતી કોઈ લોન લેવાની યોજના બની રહી છે તો પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરો.આજકાલ માર્કેટમાં તમારી છાપ ખૂબ જ સારી રહેશે.ઘર અને વેપારમાં તાલમેલ જાળવી રાખવામાં સુખમય વાતાવરણ રહેશે.કામ વધારે રહેવાના કારણે થાક રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

બાળકોના અભ્યાસને લગતા થોડી ભવિષ્યને લગતી યોજના ફળીભૂત થઈ શકે છે. જેના કારણે તમે ખૂબ જ રાહત અનુભવ કરશો. તમારું ધ્યાન અન્ય કાર્યોમાં કેન્દ્રિત કરી શકશો. ઘરમાં કોઈ નજીકના મહેમાન આવવાથી સુખમય વાતાવરણ રહેશે.ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઇને હોસ્પિટલ જવું પડી શકે છે. મહત્ત્વપૂર્ણ કામ સંપન્ન થવાના કારણે સ્વભાવમાં ઈગો આવી શકે છે, જે ખોટી બાબત છે.આજે કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે.પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ શક્ય છે.ગરમીના કારણે માથાનો દુખાવો કે માઇગ્રેન રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે ખાસ લોકો સાથે મુલાકાત થશે તથા કોઈ ખાસ મુદ્દાને લગતી ચર્ચા વિચારણાં પણ થશે. જે બધા લોકો માટે ફાયદાકારક રહી શકે છે. જો પ્રોપર્ટીને વેચવાને લગતી યોજના બની રહી છે તો આજનો દિવસ ઉત્તમ છે.બાળકોને લગતી કોઈ આશા ફળીભૂત ન થવાથી મન નિરાશ રહી શકે છે. ચિંતા ન કરશો બાળકોનું મનોબળ વધારો. પરિવારના વાતાવરણને પણ સામાન્ય જાળવી રાખો.ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સાથે જોડાયેલાં વેપારમાં ગતિ શરૂ થઈ જશે.પારિવારિક જીવન યોગ્ય રહી શકે છે.ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

સમાજ સેવી સંસ્થા સાથે જોડાવું અને સેવાકાર્ય કરવું વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યું છે. તેની સાથે તમારા પોતાના કાર્યો પ્રત્યે પણ જાગરૂત રહો. તમારી યોજનાઓને ગુપ્ત રીતે શરૂ કરોહાલ મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં, એટલે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. આવનાર સમયમાં આ મહેનત તમને યોગ્ય પરિણામ આપી શકે છે. કોઈના ઉપર વધારે શંકા કરવી નુકસાનકારક બની શકે છે.તમારા વ્યક્તિગત કાર્યોના કારણે આજે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને ક્લેશ ઊભો થઈ શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે રાજનૈતિક સંબંધ તમને ફાયદો આપી શકે છે. જનસંપર્કની સીમા પણ વધશે. સાથે જ પારિવારિક કાર્યોને યોજનાબદ્ધ અને અનુશાસિત રીતે કરવાના કારણે મોટાભાગના કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઈ જશે.કોઈ અજાણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન પણ રહો. તમને કોઈ પ્રકારનો દગો મળી શકે છે. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. તેની ખરાબ અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે.આજે સંપર્ક સૂત્રો અને માર્કેટિંગને લગતા કાર્યો ઉપર વધારે સમય પસાર કરો.જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી રહેવાના કારણે તમને ઘર તથા વેપાર બંનેમાં તાલમેલ જાળવી રાખવો પડશે.ક્યારેક-ક્યારેક કામ વધારે રહેવાના કારણે થાક અનુભવ થઈ શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે તમે તમારી પ્રતિભા અને બૌદ્ધિક્ષ ક્ષમતાના બળે કોઈ એવા કાર્ય કરી જશો. તમે પોતાને આશ્ચર્ય ચકિત કરી શકશો. સમાજ તથા નજીકના સંબંધીઓમાં પણ તમારું સન્માન વધશે. તમારી સેવા સુશ્રુષા સાથે ઘરના વડીલો પ્રસન્ન રહેશે.કોઈ નજીકના સંબંધી સાથે મળતી સમયે ધ્યાન રાખો કે કોઈ જૂની નકારાત્મક વાતો ફરીથી સામે ન આવે, તેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસથી હટી શકે છે.વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી જ રહેશે.જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.વિચારોમાં નકારાત્મકતા આવવાના કારણે થોડું ડિપ્રેશન કે તણાવ જેવી સ્થિતિ ઊભી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

દિનચર્યા પ્રત્યે કાર્યમાં તમારો પોઝિટિવ વ્યવહાર તમારા માટે મહત્ત્વપૂર્ણ સફળતા ઊભી કરી રહ્યું છે. તેના પ્રભાવથી સંબંધીઓ તથા ઘર-પરિવારમાં પણ તમારા સંબંધ વધારે મજબૂત થઈ રહ્યા છે.સંતાનના ભવિષ્યને લગતી યોજનાઓમાં તમારો સહયોગ અતિ જરૂરી છે. વારસાગત સંપત્તિને લગતા કાર્યોમાં વિઘ્ન આવવાથી તણાવ ઊભો થઈ શકે છે. સાથે જ ભાઈઓ સાથે સંબંધ પણ ખરાબ થવાની શક્યતા છે.પાર્ટનરશિપમાં વેપારમાં સ્થિતિઓ લાભદાયી રહેશે.કોઈપણ સમસ્યાને પતિ-પત્ની મળીને ઉકેલી શકશે.પેટ ખરાબ રહેવાના કારણે ગેસ અને કબજિયાત જેવી ફરિયાદ રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પારિવારિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમે તેમાં સફળ પણ થઈ શકો છો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે.ધ્યાન રાખો કે ઘરના લોકોની બાબતોમાં દખલ ન કરો. બધાને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે. તેના દ્વારા ઘરનું વાતાવરણ ખરાબ થશે નહીં.કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.પતિ-પત્નીના સંબંધો મધુર રહી શકે છે.ઉધરસ, તાવ જેવું ઇન્ફેક્શન રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખો. તમારી બુદ્ધિમાની તથા વ્યાપારિક વ્યવહાર તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનશે. કોઈ સંબંધીને ત્યાં માંગલિક કાર્યોમાં સામેલ થવાનું આમંત્રણ મળી શકે છે.સંબંધિઓને ત્યાં કોઈ ભેદભાવ જેવી સ્થિતિ ઊભી થવાથી તણાવ રહી શકે છે. સંબંધો ખરાબ થવાથી તણાવની સ્થિતિ ઊભી થવાથી બચાવો. આજે કોઈને રૂપિયા ઉધાર આપશો નહીં.માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં આજે સમય ખરાબ ન કરો.કુંવારા વ્યક્તિઓ માટે કોઈ સારો સંબંધ આવવાથી લગ્નને લગતી વાત આગળ વધી શકે છે.તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા અને મનોબળ ઉપર પડી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પ્રકૃતિની વધારે નજીક રહેવું અને ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ કરવો તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો સંચાર કરી રહ્યું છે. તમે એક નવા જોશ અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેશો.થોડો સમય તમારા પરિવારની સાથે જ પસાર કરવો. કોઈ સંતાનને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તથા મનોબળ વધારવું તમારી જવાબદારી છે. સંબંધીઓ અને મિત્રો સાથે પણ તમારા સંબંધ મધુર જાળવી રાખો.ટૂર એન્ડ ટ્રાવેલ્સ, મીડિયા તથા કલાત્મક કાર્યોમાં આજે વધારે નફો મળવાની શક્યતા છે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.તમારી વ્યવસ્થિત દિનચર્યા અને યોગ્ય ખાનપાન તમારા સ્વાસ્થ્યને ઉત્તમ જાળવી રાખશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here