આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

જો સ્થાન પરિવર્તનને લગતો કોઈ વિચાર ચાલી રહ્યો છે તો ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. આ સમયે તમારી લગન અને મહેનત દ્વારા તમને વધારે લાભ પ્રાપ્ત થવાનો છે. થોડો સમય રોજિંદા કાર્યોથી અલગ આત્મનિરીક્ષણમાં પણ પસાર કરો.ધ્યાન રાખો કે તમારા સંબંધો વચ્ચે કોઈ જૂની નકારાત્મક વાત સામે આવવાથી સંબંધો ખરાબ થઈ શકે છે. વ્યવહારમાં લચીલાપણું લાવો. વધારે વિચારવાની જગ્યાએ તમારી યોજનાઓને શરૂ કરવામાં પણ ધ્યાન આપો.વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઈ શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

થોડા નજીકના લોકો સાથે મુલાકાત રહેશે. લાભદાયક વાર્તાલાપ પણ થઇ શકે છે. કોઇ વિવાદિત મામલે નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. એટલે તમારા પક્ષને મજબૂત કરીને રાખો.ક્યારેક એવું લાગશે કે તમારા સ્વભાવના કારણે થોડા લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. આ સમયે ભાવુકતા તમારી ઉપર હાવી થવા દેશો નહીં. અન્ય પાસેથી વધારે આશા રાખવાની જગ્યાએ પોતાના ઉપર જ વિશ્વાસ રાખો.કાર્યક્ષેત્રમાં વધારે મહેનતની જરૂરિયાત છે. વર્તમાન પરિસ્થિતિઓના કારણે હાલ વ્યાવસાયિક સ્થિતિમાં વધારે સુધાર આવશે નહીં. સરકારી સેવાનું કામ કરનાર વ્યક્તિઓ પોતાનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરશે.પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.કામ વધારે રહેવાનો તણાવ વધી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા સંપર્કોની સીમા પણ વધશે. બાળકોની પરેશાનીઓને સમજો અને તેનો ઉકેલ લાવવાની પણ કોશિશ કરો.કોઇપણ કામમાં વિઘ્ન આવવાથી સંયમ રાખવો જરૂરી છે. તણાવ લેવાથી નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન આજે ખોટી ગતિવિધિઓમાં જોડાયેલું રહી શકે છે. તેમણે પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકોની આજે કોઈ ફાયદાકારક ડીલ ફાઈનલ થઈ શકે છે.પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.સાંધા અને ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટે ગેસ કરે તેવી વસ્તુઓનું સેવન ન કરો.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે કોઈ અનુભવી વ્યક્તિ સાથે સુખદ વાર્તાલાપ થઈ શકે છે. સાથે જ કોઈ પારિવારિક મામલા અંગે પણ જાણ થશે. તમારી કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને અંજામ આપો, ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે.બાળકો સાથે ગુસ્સાની જગ્યાએ મિત્રતાભર્યો વ્યવહાર કરો. વાર્તાલાપ કરતી સમયે અયોગ્ય શબ્દોનો પ્રયોગ ન કરો. કોઇપણ કામમાં મુશ્કેલી આવે ત્યારે ઘરના વડીલ સભ્યોની સલાહ લેવી લાભદાયક રહેશે.કાર્યક્ષેત્રમાં કરવામાં આવતી મહેનતનું આજે સારું પરિણામ મળવાનું છે.ઘરની વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

થોડી જવાબદારીઓ વધશે. પરંતુ તમે તેને યોગ્ય રીતે નિભાવવામાં પણ સક્ષમ રહેશો. તમારો ભાવુક અને મદદગાર દૃષ્ટિકોણ બધા માટે એક શ્રેષ્ઠ બાબત તરીકે સામે આવશે. ઘરમાં કોઈ માંગલિક આયોજન પણ શક્ય છે.અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ કામ બનતાં-બનતાં વિઘ્ન આવી શકે છે. એટલે કોઇપણ પગલું ભરતા પહેલાં તેની સંપૂર્ણ રૂપરેખા બનાવી લો. નકારાત્મક પરિસ્થિતિઓને સમજદારીથી સામનો કરવાની જરૂરિયાત છે.આજનો દિવસ કામનો ભાર વધારે રહી શકે છે.દિવસભરની ભાગદોડ પછી પરિવાર સાથે મનોરંજન તથા સુખમાં યોગ્ય સમય પસાર થશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે રોજિંદા જીવનથી અલગ થોડી નવી વસ્તુઓ શીખવામાં રસ રહેશે. ખર્ચ સાથે-સાથે આવકના સાધન પણ વધશે. એટલે મુશ્કેલીઓ આવશે નહીં. નવા અને લાભદાયક સંપર્ક પણ વધી શકે છે.પર્સનલ લાઇફમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેતા પહેલાં વિચારવું. કેમ કે આ કારણે ધન તથા માન-સન્માન બંનેની હાનિ થઈ શકે છે. કોઈ નકારાત્મક સમાચાર મળે તો મનોબળ જાળવી રાખો.કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઈ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની સ્થિતિ બની શકે છે.પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.ગળામાં ઇન્ફેક્શન અને તાવની સ્થિતિ રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

મહિલાઓ માટે આજનો દિવસ ખાસ લાભદાયક રહી શકે છે. તેઓ ઘર અને પ્રોફેશનલ બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશે. ઘરની દેખરેખ તથા ફેરફારને લગતી થોડી યોજનાઓ પણ બનશે.ઘરમાં વધારે અનુશાસન જાળવી રાખવું પરિવારના લોકો માટે મુશ્કેલી પેદા કરી શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપોલગ્નસંબંધ મધુર રહી શકે છે.કબજિયાત અને ગેસ જેવી પરેશાનીઓથી રાહત મેળવવા માટે સૌથી પહેલા તમારી દિનચર્યા યોગ્ય જાળવી રાખો.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થવાથી તમને સુખ મળશે અને પોઝિટિવ વાર્તાલાપ પણ થઇ શકે છે. જો કોઈ જમીનને લગતો મામલો ચાલી રહ્યો હોય તો આજે તેનું યોગ્ય ફળ મળવાની શક્યતાઓ છે.આ સમયે બહારની ગતિવિધિઓમાં વધારે સમય ન લગાવો. કેમ કે કોઈપણ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં. અન્યની આશા ન રાખીને તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વસ કરો.વ્યવસાયિક વિકાસ માટે કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ અને સંપર્ક ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે.પારિવારિક વાતાવરણમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખો.તણાવ અને ડિપ્રેશનની સ્થિતિથી બચવા માટે મેડિટેશન અને યોગની મદદ લો.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આ સમયે ગ્રહ ગોચર તમને થોડું સારું આપવાના પક્ષમાં છે. એટલે મહેનતથી તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપો. આર્થિક સ્થિતિ પણ હવે સારી થઈ જશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ તમારા ઉપર જળવાયેલો રહેશે.બહેન-ભાઈઓ સાથે આર્થિક વાતોને લઇને કોઇ પ્રકારનો મતભેદ ઊભો થઈ શકે છે. સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. કેમ કે તેના કારણે ઘરમાં પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.કામ વધારે રહેશે. પરંતુ આ સમયે મહેનત પ્રમાણે યોગ્ય પરિણમ પણ મળશે.ઘરના મામલાઓને ઉકેલવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.થાક હાવી થઈ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ઘણાં સમય પછી આજે કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. એકબીજા સાથે વિચારોનું આદાનપ્રદાન થવાથી મન પ્રસન્ન રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે. ખર્ચ વધારે રહેવાનો આભાસ પણ થશે નહીં.પાડોસીઓ કે કોઇ અજાણ વ્યક્તિ સાથે મતભેદમા ગુંચવાશો નહીં. ખોટી પરેશાનીઓ વધી શકે છે. કોઈપણ નિર્ણય લેવામાં હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. ભાવનાઓમાં વહીને તમારું નુકસાન કરશો નહીં.વ્યવસાયિક પરિસ્થિતિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.પતિ-પત્ની વચ્ચે બાળકોની કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે.તણાવના કારણે ઊંઘ ન આવવાની સ્થિતિ રહેશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે સામાજિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે વાર્તાલાપ થવાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. કોઈ અટવાયેલું પેમેન્ટ પણ મળી શકે છેઅન્ય ગતિવિધિઓ સાથે-સાથે પારિવારિક વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપો. થોડા મહત્ત્વપૂર્ણ કામ પણ વચ્ચે જ રહી શકે છે. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે બેદરકારી કરવું યોગ્ય નથી.કોઈ વ્યક્તિગત તણાવના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.નકારાત્મક વિચારોના કારણે મનોબળમાં ઘટાડો થઈ શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજનો દિવસ મિશ્રિત રહી શકે છે. તેને સારો જાળવી રાખવો તમારી યોગ્યતા ઉપર નિર્ભર કરે છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યા હતાં, આજે તે કોઇની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.કોઈ દુઃખદ સમાચાર મળવાથી થોડા સમય માટે મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર જેવો પ્રભાવ રહેશે. જલ્દી જ તમે તમારી ભાવનાઓ ઉપર કાબૂ મેળવી લેશો. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પણ તમારા માટે મદદગાર સાબિત થશે.વેપારમાં હાલ વર્તમાન પરિસ્થિતિઓનો પ્રભાવ જળવાયેલો રહેશે.પતિ-પત્નીનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને સુખદ જાળવી રાખશે.ગળામા ઇન્ફેક્શન અને શરદી જેવી પરેશાની થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here