આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે નાણાંકીય કાર્યો ઉપર તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. નજીકના મિત્રો તથા સંબધીઓનો પણ યોગ્ય સહયોગ બની રહ્યો છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના બની શકે છે.કોઈપણ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો કે તેમની વાતોમાં ન આવશો. કેમ કે તમારું જ નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત કાર્યો સાથે-સાથે પરિવારની વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.વ્યવસાયિક સ્થળે તમારી હાજરી જરૂરી રહેશેઘર-પરિવારની વ્યવસ્થા જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

અધ્યાત્મ અને ધર્મ-કર્મના મામલે રસ વધશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમારી પ્રતિભા અને ક્ષમતાને અન્ય સામે જાહેર કરવાનો પણ અવસર મળી શકે છે. બાળકોની પોઝિટિવ ગતિવિધિઓના કારણે સુકૂન જળવાયેલું રહેશે.ધ્યાન રાખો કે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધ ખરાબ ન થાય. તેના માટે તમારે જ યોગ્ય કોશિશ કરવી પડશે. કોઇપણ રૂપિયાનું રોકાણ કરવાથી કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરી લેવી.કાર્યક્ષેત્રમાં ધ્યાન રાખો કે સહયોગી અને કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન થાય.પતિ-પત્નીના સંબંધોમાં કોઇ વ્યક્તિગત વાતના કારણે તણાવ આવી શકે છે.ગેસ અને પેટમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

કોઈપણ કાર્યમાં હ્રદયની જગ્યાએ દિમાગનો અવાજ સાંભળો. તમને નવી શક્યતાઓ મળી શકશે. તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને કામ કરવાથી તમારી અનેક પરેશાનીઓનો ઉકેલ મળી શકે છે.કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો. કેમ કે કોઈપણ પોઝિટિવ પરિણામ મળવાની શક્યતા નથી. નુકસાનની સ્થિતિ બની રહી છે. તણાવ હાવી થવા દેશો નહીં. તેનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.વ્યવસાયને લગતા કાર્યોમાં પોઝિટિવ પરિણામ સામે આવી શકે છે.લગ્નજીવન સુખમય જાળવી રાખવા માટે તમારો સહયોગ જરૂરી છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમે તમારા આત્મબળ અને આત્મવિશ્વાસ દ્વારા કોઈ વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. આ સમયે તમારા સંપર્ક સૂત્ર વધારે મજબૂત થઈ શકે છે. તે તમારા માટે લાભદાયી સાબિત થશે.ધ્યાન રાખો કે અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયી પણ સાબિત થઈ શકે છે. એટલે તમારા વ્યવહાર પ્રત્યે મનન અને ચિંતન પણ જરૂરી છે. ધાર્મિક ગતિવિધિઓમાં દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો.માર્કેટિંગને લગતા કાર્યોમાં આજે તમે વ્યસ્ત રહી શકો છો.લગ્નજીવન સુખમય રહી શકે છે.વર્તમાન વાતાવરણ સામે તમારી રક્ષા કરો.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે ગ્રહ સ્થિતિ તમને એવો મેસેજ આપી રહી છે કે તમારા અંગે વિચારો અને તમારા માટે જ કામ કરો. આ સમયે કોઈપણ સાવધાની પૂર્વક લેવામાં આવતો નિર્ણય નજીકના ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. ધર્મ-કર્મ અને અધ્યાત્મિક કાર્યોમાં પણ આસ્થા રહેશે.સાથે જ ગ્રહ સ્થિતિ એવું પણ જણાવી રહી છે કે અહંકાર અને ગુસ્સાની સ્થિતિ પોતાના સ્વભાવમાં આવવા દેશો નહીં. તેનાથી નજીકના લોકો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. જમીનને લગતા કાર્યોમાં વધારે લાભની આશા ન રાખો.તમારા કામમાં ફેરફારને લગતી જે નીતિઓ બનાવી છે તે પોઝિટિવ સાબિત થશે.પારિવારિક જીવન સુખદ અને સુખમય રહી શકે છે.તમને ડાયાબિટીઝની તકલીફ હોય તો બેદરકારી ન કરશો.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

માર્કેટિંગ અને મીડિયાને લગતા કાર્યોમાં તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે કોઈપણ ફોન કોલ વગેરે ઇગ્નોર ન કરો કેમ કે તમને કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમને આત્મબળ અને મનોબળને વધારવામાં સહયોગ કરશે.કોઈપણ યોજના બનાવતી સમયે અન્ય લોકોના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપશો નહીં. નહીંતર તમે કોઈની વાતોમાં આવી શકો છો. તમારા ભાઈઓ કે નજીકના સંબંધીઓ સાથે આજે કોઈ પ્રકારનો વાદ-વિવાદ થઈ શકે છે.વેપારમાં હાલ ગતિવિધિઓ પહેલાની જેમ જ ચાલતી રહેશે.જીવનસાથી તથા પરિજનોનો સહયોગ અને સલાહ તમારા માટે ફાયદાકારક રહેશેમાથાનો દુખાવો થઈ શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

સામાજિક સીમા વધશે. તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવી શકે છે. જો કોર્ટને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી શક્યતા છે. બાળકો તથા પરિવારના લોકો સાથે શોપિંગ અને મનોરંજનમાં સુખમય સમય પસાર થશે.આર્થિક પક્ષને ઠીક રાખવા માટે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. થોડા લોકો તમારી સફળતાથી ઈર્ષ્યા કરીને તમારી માનહાનિ કરવાની કોશિશ કરશે. એટલે આ બધા લોકોથી સાવધાન રહેવું.વેપારમાં માર્કેટિંગને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપોપતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવી શકે છે.તણાવ અને થાકનો પ્રભાવ તમારા કાર્યોને પ્રભાવિત કરશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

તમારા વ્યક્તિગત મામલાઓને કોઈ સામે જાહેર ન કરો. કોઈપણ કામ ગુપ્ત રીતે કરવાથી તમને સફળતા મળી શકે છે. કોઈ ખૂબ જ મુશ્કેલ કામ અચાનક જ શક્ય થઈ જવાથી મનમાં પ્રસન્નતા રહેશે.તમારી વસ્તુઓ, દસ્તાવેજ વગેરે સાચવીને રાખો. ચોરી થવા કે ખોવાઈ જવાની સ્થિતિ રહેશે. જો ઘરની દેખરેખ અને સજાવટને લગતી યોજનાઓ બની રહી છે તો બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે.વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.વ્યવસાયિક તણાવની અસર ઘરની વ્યવસ્થા ઉપર પડવા દેશો નહીં,ગેસ અને એસિડિટીના કારણે પરેશાન રહેશો.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

થોડા વિશેષ લોકોના સંપર્કમાં આવવાથી તમારી વિચાર શૈલીમાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે. તમારા કામ પ્રત્યે વધારે જાગરૂત રહેવું અને એકાગ્રતા રાખવી તમને ચોક્કસ સફળતા આપી શકે છે.કોઈ નજીકના વ્યક્તિ દ્વારા તમારી આલોચના થવાથી તમારું મન નિરાશ થઈ શકે છે. એટલે કોઈના ઉપર પણ વધારે વિશ્વાસ ન કરીને તમારી યોજનાઓને જાહેર કરો. આ સમયે ખર્ચ વધારે રહી શકે છે.પાર્ટનરશિપના વ્યવસાયમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.લગ્નજીવન સુખમય રહી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાથી રાહત મળી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરવાથી યોગ્ય સમાધાન મળી શકે છે. તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી સફળતાનું નિર્માણ કરશે.ધનને લગતા કોઈ મામલે વાદ-વિવાદ થઈ શકે છે. ગુસ્સાની જગ્યાએ શાંતિથી પરિસ્થિતિને સાચવો. બાળકોની કોઇ ગતિવિધિને લઇને ચિંતા રહી શકે છે. કોઇ વિશ્વસનીય મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરવાથી સમસ્યાનું સમાધાન મળી શકે છે.વેપારમાં કાર્યભાર અને જવાબદારી વધી શકે છે.પારિવારિક વ્યવસ્થામાં સુધાર આવી શકે છે.ગળું ખરાબ અને તાવની સમસ્ય રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજનો દિવસ અન્ય લોકોની મદદ અને સહયોગમાં પસાર થઈ શકે છે. આવું કરવાથી તમને આત્મિક અને માનસિક સુકૂન મળી શકે છે. તમારા વિનમ્ર સ્વભાવના કારણે સંબંધીઓ અને સમાજમાં માન-સન્માન પણ વધશે,કોઈ નજીકના વ્યક્તિ સાથે અચાનક જ કોઈ મુદ્દા અંગે વાદ-વિવાદ વધી શકે છે. વધારે ગુસ્સા અને આવેશમાં આવવું પરિસ્થિતિઓને વધારે ગુંચવી શકે છે. કોઈપણ પ્રકારના વિવાદ જેવા મામલે ગુંચવાશો નહીં.કમીશનને લગતા કાર્યોમાં સાવધાની જાળવો.ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહી શકે છે.ગરમી સામે તમારું રક્ષણ કરો.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

વાહન કે કોઈ કિંમતી વસ્તુની ખરીદદારીને લગતી યોજના બની શકે છે. આજે તમે કોઈ મુશ્કેલ કાર્યને તમારી મહેનત દ્વારા પ્રાપ્ત કરવાની ક્ષમતા પણ રાખશો. વાતચીતના માધ્યમથી અનેક પરેશાનીઓનો ઉકેલ મળી શકે છે.તમારા નજીકના સંબંધો ઉપર વિશ્વાસ રાખવો સંબંધોને વધારે મજબૂત કરશે. ક્યારેક તમારા મન પ્રમાણે કામ પૂર્ણ ન થવાથી તમે વ્યાકુળ થઈ શકો છો. આ સમય ધૈર્ય રાખવાનો છે.નોકરિયાત લોકોને કોઈ પ્રકારનું બોનસ કે ઉન્નતિ મળવાની શક્યતા છે.પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ મધુર રહેશે,બદલાતા વાતાવરણના પ્રભાવથી સ્વાસ્થ્ય નરમ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here