આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

સમય પૂર્ણ પક્ષમાં છે. આ સમયની મહેનતનું પૂર્ણ ફળ મળશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. શાંતિની ઇચ્છામાં કોઈ ધાર્મિક સ્થળમાં પણ સમય પસાર થશે.કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે સાવધાની જાળવો. કોઈ નકારાત્મક વાત એકબીજા સાથેના સંબંધોને ખરાબ કરી શકે છે. આળસના કારણે કામને ટાળવાની પ્રવૃત્તિ રહેશે.વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય તમારા પક્ષમાં રહેશે.પારિવારિક સભ્યો સાથે મનોરંજન તથા શોપિંગમાં સમય પસાર થશે.કફ અને ઉધરસના કારણે ગળા અને છાતિમાં દુખાવો અનુભવ થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

મનમાં ચાલી રહેલી કોઈ દુવિધાનું સમાધાન મળશે. સંતાન દ્વારા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. ધન પ્રાપ્તિની દિશામાં કરવામાં આવતા પ્લાન સફળતા પ્રાપ્ત કરશે.ક્યારેક-ક્યારેક આત્મવિશ્વાસ ઘટી જવાના કારણે તથા આળસના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. તમારી નકારાત્મક ખામીઓને દૂર કરીને તમે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો સાથે વધારે હરવા-ફરવામાં પણ સમય ખરાબ ન કરો.સહયોગ યોજના કર્મચારીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખશે.કામ સાથે-સાથે પરિવારના બધા સભ્યોનું ધ્યાન રાખવું પણ તમારી જવાબદારી છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે તમે સારી રીતે તમારા કામને અંજામ આપવામાં સફળ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભાઓને સમજો અને તેમને યોગ્ય દિશામાં લગાવો. ભાઈઓ સાથે કોઈ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થઈ શકે છે.બપોર પછી કોઈ અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવા કે ગુમ થઈ જવાનો ભય છે. અનેકવાર કોઈ મુદ્દા ઉપર વધારે ચર્ચા-વિચારણાં કરવાના લીધે મહત્ત્વપૂર્ણ સફળતા પણ મળી શકે છે.કાર્યક્ષેત્રમાં શાંતિથી કામ પૂર્ણ થતા જશે.પતિ-પત્નીમાં એકબીજા સાથે તાલમેલનો ભાવ વિદ્યમાન રહેશે.માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજનું ગ્રહ ગોચર તમારા માટે અચાનક લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ તણાવ કે ચિંતાથી રાહત મળી શકે છે. ધાર્મિક સ્થાનમાં જવાનો પણ પ્રોગ્રામ બનશે.શેરબજાર વગેરેમાં કોઈ પ્રકારનું રોકાણ ન કરો. કોઈ અજાણ વ્યક્તિ સાથે વિવાદમાં પડશો નહીં. ઘરમાં મહેમાનો આવવાથી થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.વ્યવસાયિક નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.સંબંધીઓને લગતા કોઈ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશેમાથાનો દુખાવો અને થાક અનુભવ થઈ શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજનો દિવસ ખૂબ જ વધારે લાભકારી છે. પોતાના ઉદેશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. દોડભાગ વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારા થાકને દૂર કરી શકે છે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી થોડું શીખવા મળી શકે છે.જૂના ઝઘડા ફરી ઊભા થઈ શકે છે. અભ્યાસ કરી રહેલાં બાળકોમાં આળસ રહેશે. ખાસ કરીને રૂપિયાના મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. કોર્ટ કેસને લગતા મામલાઓને પણ આજે ટાળો.પ્રોપર્ટીને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે.પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.કોઈ પ્રકારની ઈજા પહોંચે તેવી શક્યતા છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
જો કોઈ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવા માટે યોગ્ય સમય છે. બધા પ્રકારના સંબંધોમાં સુધાર આવશે તો ચારેય તરફથી સુખ અનુભવ થશે. ઘરની દેખરેખ તથા સજાવટને લગતા કાર્યોમાં પણ સમય પસાર થશે.ક્યારેક તમારી શંકા કરવાની ટેવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. જૂની સંપત્તિને લગતી સમસ્યાઓ ફરીથી ઊભી થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં ધનલાભ પ્રાપ્તિ માટે કરવામાં આવતા નવા કરાર વિકસિત થશે.લગ્નસંબંધ મધુર રહી શકે છે.વધારે કામના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે કરવા અને સમન્વય જાળવી રાખવો તુલા રાશિના લોકોનો મહત્ત્પૂર્ણ ગુણ છે. તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે.ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત હોવું અન્ય લોકો માટે સમસ્યાઓ ઉત્પન્ન કરશે. ઘરમાં કોઈ અપ્રિય વ્યક્તિના આગમનથી મન નિરાશ રહી શકે છે.કાર્યક્ષેત્રમાં કોઈની સાથે કોઈ ડીલ કે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવવીપતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજનું નિવારણ આવશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે તમારા વિચાર ગતિ પકડશે. જેથી તમારી અંદર એક નવી ઊર્જા તથા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. આર્થિક રોકાણને લગતા મામલે મોટાભાગનો સમય પસાર થશે અને સફળતા પણ પ્રાપ્ત થશે.વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે. ઘરના કોઈ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. એટલે તેમના માન-સન્માનમાં કોઈ પ્રકારનો ઘટાડો ન થાય તેનું ધ્યાન રાખવું.કામકાજમાં વધારે વ્યસ્ત રહી શકો છો.ઘર-પરિવારમાં સુખમય વાતાવરણ રહી શકે છે.પેટમાં દુખાવો રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

તમારા કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યમાં ઘરના વડીલ વ્યક્તિનો સહયોગ લો. તેમની યોગ્ય સલાહથી તમને સફળતા પ્રાપ્ત થશે. મનોરંજનમાં પણ સમય પસાર થઈ શકે છે.વધારે ગુસ્સો અને ઉતાવળ કરવી તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. એટલે તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. આર્થિક મામલે વધારેમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઈ વિવાદ દૂર થઈ શકે છે.પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.ચામડીને લગતી એલર્જી થઈ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
ઘરમાં કોઈ માંગલિક આયોજનની યોજના બનશે. બાળકોને લગતી સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. કોઈપણ પ્રકારનો સમજી-વિચારીને લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં લાભ આપી શકે છે.વિચારોની દુનિયાથી બહાર આવવાની જરૂર છે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો કેમ કે વધારે ખર્ચની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું તમારા માટે જ હાનિકારક સાબિત થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં બનાવેલી નીતિઓ અને યોજના ઉપર અમલ કરો.ઘરનું વાતાવરણ પ્રેમ અને સુખ આપનારું રહી શકે છે.વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળ ઘટી શકે છે

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

તમારા કામ કરવાનો જોશ અને ઉત્સાહ તમને ગજબની સફળતા આપી શકે છે. એટલે મહેનતમાં કોઈ ખામી આવે નહીં તેનું ધ્યાન રાખવું. રોચક અને જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં થોડો સમય પસાર થશે.કોઈ સાથે વધારે વિવાદમાં પડશો નહીં. આર્થિક મામલે સંપૂર્ણ રીતે સાવધાન રહેવાની જરૂરિયાત છે. આજે વાહનનો પ્રયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરો.વેપારમાં બધા કામ યોગ્ય રીતે ચાલતા રહેશે.પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત રહી શકે છે.ગળામાં ઇન્ફેક્શન તથા તાવની સ્થિતિ રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આવકની દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આર્થિક ગતિવિધિઓમાં તમારું વધારે ધ્યાન લાગશે. ઘરમાં સુધાર કરતી સમયે વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું તમારા માટે યોગ્ય રહેશે.પારિવારિક જવાબદારીઓ વધી શકે છે, જેને તમે યોગ્ય રીતે નિભાવી શકશો. વધારે ભાવુકતા તથા ઉદારતા ઉપર સંયમ રાખવો.કાર્યક્ષેત્રમાં અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના કામ પૂર્ણ કરવાની કોશિશ કરોજીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.ગેસ અને વાયુના કારણે સાંધામાં દુખાવો અને બેચેની રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here