આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે થોડાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થવાની યોગ્ય સંભાવના બની રહી છે, એટલે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. જો પ્રોપર્ટીને લગતાં કોઇ કામ પણ અટવાયેલાં છે તો એ અંગે વિચાર કરવા માટે સમય ઉત્તમ છે.- આ સમયે કોઇપણ અજાણી વ્યક્તિ સાથે કોઇ સંપર્ક ન રાખો. એનાથી તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. ક્યારેક નાની નકારાત્મક વાત પર ગુસ્સે થઇ જવું તમારાં બનતાં કાર્યોને ખરાબ કરી શકે છે.મશીન કે કારખાનાને લગતા વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે.પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઇ સામાજિક સંસ્થામાં તમારું વિશેષ યોગદાન તમને સમાજમાં માન-સન્માન અને યશની પ્રાપ્તિ કરાવશે. તમારાં પોતાનાં વ્યક્તિગત કામ પણ આજે યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે.પાડોશીઓ સાથે કોઇપણ વાદ-વિવાદમાં પડશો નહીં, કેમ કે એને કારણે પોલીસ સ્ટેશનનાં ચક્કર વધી શકે છે. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત હોવાને કારણે વેપારમાં ધ્યાન આપી શકશો નહીં.પતિ-પત્ની વચ્ચે પરિવારની સમસ્યાને લઇને થોડો વિચારભેદ થઇ શકે છે.થાક અને નબળાઈ રહી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે આ રાશિના જાતકો ખૂબ જ કામમાં રહેશે. પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની વ્યક્તિગત તથા આર્થિક ગતિવિધિઓ પર કેન્દ્રિત રાખો. તેનાં યોગ્ય પરિણામ પણ તમને પ્રાપ્ત થશે. ઘરના વડીલના સ્નેહ અને આશીર્વાદ તરીકે કોઇ ભેટ પણ મળી શકે છે.અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગૂંચવાશો નહીં, તેનાથી તમારું જ નુકસાન થઇ શકે છે. કોઇપણ નકારાત્મક પરિસ્થિતિને ખૂબ જ સહજ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો.આજે મેન્યુફેક્ચરિંગ વ્યવસાયમાં થોડા નુકસાનની સંભાવના છે.પતિ-પત્નીના સંબંધ સારા રહેશે.તણાવથી પોતાને દૂર રાખો.

કર્ક |

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. આજે મોટા ભાગનો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર થશે, જેનાથી તમને માનસિક શાંતિ અને શુકન મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું હોય તો આજે એના પર ધ્યાન આપો.યુવા વર્ગ મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની જગ્યાએ પોતાના ભવિષ્યને લગતી ગતિવિધિઓ પર ધ્યાન આપે. આ સમયે અસામાજિક લોકો સાથે તમારી મિત્રતા થઇ શકે છે.વ્યવસાયમાં તમારી યોજનાઓને કોઇ સામે જાહેર કરશો નહીં.પતિ-પત્નીના સંબંધો સારા રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજનો દિવસ મિશ્રિત ફળદાયક સાબિત થઇ શકે છે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય નથી. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં વધારે ધ્યાન રહેશે તથા સફળતા પણ મળશે.આર્થિક મામલે વધારે સાવધાની જાળવવી. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખવું. તમે તમારી સુખ-સુવિધાઓને નજરઅંદાજ કરીને અન્ય માટે વધારે સમય પસાર કરશો.વેપારની દૃષ્ટિએ સમય ઠીક જ રહેશે.લગ્નજીવન સારું જળવાયેલું રહેશે.વધારે મહેનતને કારણે તણાવ અને નબળાઇ રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે કોઇ શુભ સમાચાર મળવાથી આખો દિવસ સુખમય પસાર થશે. ધનને લગતા મામલે પણ કોઇ વિશેષ સફળતા મળી શકે છે. આ સમયે બધી ગતિવિધિઓ સમયે પૂર્ણ થવાથી શુકન મળશે.જમીનને લગતા વિવાદોમાં થોડો તણાવ મળ્યા પછી ઉકેલ મળે એવી સંભાવના છે. ધ્યાન રાખો કે થોડા લોકો તમારા કાર્યમાં વિઘ્ન પેદા કરવા માટે સક્રિય રહેશે, એટલે કોઇની વાતોમાં આવશો નહીં.તમારા વ્યવસાયની યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.લગ્નજીવન સુખમય રહેશે.કસરત અને યોગ કરવા જરૂરી છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આ સમયે પ્રોપર્ટી કે કોઇ અટવાયેલા મામલાનો ઉકેલ મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. તમારું સંપૂર્ણ ધ્યાન તમારાં વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં રહેશે અને તમે સફળ પણ રહેશો.બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિ જાણ થયા પછી થોડી ચિંતા રહેશે. સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવી ખૂબ જ જરૂરી છે. કોઇ કાઉન્સિલર સાથે ચર્ચા-વિચારણા કરો.આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી છે.તમારા આ મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.કામમાં વિઘ્ન આવવાના કારણે અકારણ જ તણાવ હાવી થઇ શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું શ્રેષ્ઠ રહેશે. પ્રેક્ટિકલ થઇને તમે તમારા કામને અંજામ આપશો તો વધારે સફળ રહેશો. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે, જેથી સમય સારો પસાર થશે. કોઇપણ પ્રકારના સરકારી કાર્યને બેદરકારીને કારણે અધૂરાં છોડશો નહીં, નહીંતર કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. પ્રોપર્ટી સાથે જોડયેલા કોઇ મામલે વધારે ગૂંચવાઇ શકો તેવી સંભાવના છે.આજે કોઇ વ્યાવસાયિક યોજના સફળ થવાની આશા છે.ઘરની દેખરેખમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.થાક અને નિરાશાને તમારા પર હાવી થવા દેશો નહીં.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજનો દિવસ ધનદાયક છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઇ શંકા દૂર થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત સુખ આપશે. મોટા ભાગના કામ સમયે પૂર્ણ થઇ જવાથી મનમાં સંતોષ રહેશે.ઘરમાં બાળકની કોઇ નકારાત્મક ગતિવિધિઓને લઇને ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહેશે. સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલો. સરકારી કાર્યોમાં કોઇપણ પ્રકારની દખલ કરશો નહીં. કોઇ નજીકના સંબંધી સાથે સંબંધમાં થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.વ્યવસાયમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.આ સમયે શારીરિક રૂપથી થોડા આરામની જરૂરિયાત છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે થોડા મહત્ત્વપૂર્ણ લોકોની વચ્ચે સારો સમય પસાર થશે. સારા લોકો સાથે સંપર્કમાં રહેવાથી તમારી પણ પ્રતિષ્ટા વૃદ્ધિ થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા વર્ગને જલદી જ કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.સાસરિયાં પક્ષ સાથે કોઇ વાતને લઇને થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી ધીમી રહેશે. ચિંતા ન કરશો, સમય પ્રમાણે વસ્તુઓ ઉકેલાઇ જશે.આજે વ્યવસાયમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

જો ઘરમાં રિનોવેશન કે સુધારાને લગતી યોજના બની રહી છે તો વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવક અને વ્યયમાં સમાનતા જળવાયેલી રહેશે. વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.પાડોશી સાથે થોડો મતભેદ થવાની સ્થિતિ બની રહી છે, જેનાથી તમારાં માન-સન્માન પર થોડી આંચ આવી શકે છે. ખોટા વાદ-વિવાદમાં ગૂંચવાશો નહીં. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો.કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી જળવાયેલી રહેશે.પારિવારિક તથા વ્યક્તિગત મામલે જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.ઇમ્યુન સિસ્ટમ સારી જાળવી રાખવા માટે સારો ખોરાક લેવો.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ શુકનમાં પસાર થશે. આર્થિક મામલે સફળતા મળશે. કોઇ જમીનને લગતાં અટવાયેલાં કાર્યોને ઉકેલવા માટે સમય યોગ્ય છે.આવકનાં સાધન તો વધશે, પરંતુ સાથે જ બિનજરૂરી ખર્ચ પણ સામે આવશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સમય ખર્ચ ન કરો, તેની ખરાબ અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડી શકે છે.પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે.પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.સમય પ્રમાણે પોતાને ઢાળવાનો પ્રયાસ કરશો તો તણાવમુક્ત રહેશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here