આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

દિવસની શરૂઆત સકારાત્મક રહેશે. તમે તમારા સન્માન અને આદર્શોને પૈસા કરતા વધારે મહત્વ આપશો. તમારા કર્મના જાતે પ્રધાન હોવાથી તમે તમારા ભાગ્યનું પણ નિર્માણ કરશો. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ રહેશે.વ્યક્તિગત કાર્યમાં વધારે વ્યસ્ત હોવાને કારણે તમે પારિવારિક કાર્યો પર વધારે ધ્યાન નહીં આપી શકો. જેના કારણે તમારે પરિવારના લોકોની નારાજગી સહન કરવી પડે શકે છે.કામ સંબંધિત બાબતોમાં કેટલાક ફેરફાર થશે જે સકારાત્મક રહેશે. પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પણ સ્થિતિ સારી રહેશે.પારિવારિક વાતાવરણમાં કોઈપણ પ્રકારની ગેરસમજના કારણે ઝઘડો થઈ શકે છે. વાતાવારણ સુખદ રાખવા માટે પરિવારના લોકોની સાથે સમય પસાર કરવો યોગ્ય રહેશે.આ સમયે સોજો અથવા યુરિન સંબંધિત ઈન્ફેક્શન થવાની આશંકા છે. બેદરકારી જરાય દાખવી નહીં અને સમયસર સારવાર કરાવી.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

વ્યર્થની પ્રવૃતિઓ પરથી ધ્યાન હટાવીને થોડો સમય પોતાના માટે પસાર કરો. આત્મ ધ્યાન કરવાથી તમને ઘણી શાંતિ મળશે અને તણાવમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવા પડશે.કેટલીકવાર વધારે વિચાર કરવાથી ઘણી સારી તક હાથમાંથી જતી રહે છે. તેથી તરત નિર્ણય લેવાનો પ્રયાસ ન કરવો. સમય અનુસાર તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.તમારો વ્યવસાય વધારવા માટે કોઈપણ નવું કામ શરૂઆત કરવા માટે આ સમય યોગ્ય છે. આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની પ્રવૃત્તિઓ પૂરો કરવામાં પસાર થશે.દાંપત્ય જીવન સુખમય રહેશે. મિત્રો સાથે મુલાકાતથી સંબંધો વધુ ગાઢ બનશે.ઘણા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે તમે કાર્યને ઉતાવળને બદલે શાંતિથી અને સમજી વિચારીને પૂરું કરવાનો પ્રયાસ કરો, તેનાથી તમને સારું પરિણામ મળશે. પરિવાર તથા સમાજમાં તમારું વર્ચસ્વ જળવાય રહેશે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.ઉતાવળ અથવા બેદરકારીના કારણે કેટલાક કાર્યમાં સમસ્યા આવી શકે છે. બાળકોને વધારે રોક ટોક ન કરવી, તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઓછો થશે. કેટલીક વાર અકારણસર ગુસ્સો કરવો પણ તમારા માટે નુકસાન કારક રહેશે.આ સમય વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન વધારે કેન્દ્રિત રાખવું. પેમેન્ટને સમયસર કલેક્ટ કરી લો, મુલતવી રાખવાથી નુકસાન થશે. કોઈની સાથે પાર્ટનરશિપ કરતા પહેલા સારી વિચારવું જોઈએ.પતિ-પત્નીની વચ્ચે કોઈપણ મુદ્દાને લઈને ઝઘડો થઈ શકે છે.ઉધરસ, શરદી જેવી સમસ્યાને વધવા ન દો.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે મોટાભાગનો સમય પારિવારિક પ્રવૃત્તિઓમાં પસાર થશે. જો કોઈ સરકારી કામ અટાવાયેલું છે તો તે આજે પૂરું કરવા માટે યોગ્ય સમય છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ સર વધશે.નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. બીન જરૂરી ખર્ચાઓ કરવાનું ટાળવું. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ ન કરવો.જો કોઈ વ્યવસાયિક કામ અટકી ગયું છે, તો તેને હલ કરવાનો યોગ્ય સમય છે. કાર્યક્ષેત્રની વ્યવસ્થામાં સુધારો આવશે. મોટાભાગનું કામ સમયસર પૂરું થઈ જશે.ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે.સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત તથા સાવધાન રહેવું જરૂરી છે. એસિટિડીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરવો.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. ઘરમાં નજીકના લોકોના આગમનથી મનોરંજન અને આનંદિત વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિત આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. સંતાન સંબંધિત કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂરું થશે.અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરવો. તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે. ધ્યાન રાખવું કે તમારા સરળ સ્વાભાવનો કેટલાક લોકો ફાયદો ઉઠાવી શકે છે. તમારી યોજનાઓ તથા પ્રવૃત્તિઓને કોઈની પણ સાથે શેર ન કરો.વર્તમાન સમય ઉપલબ્ધીઓનો છે. તમારી મહેનત અને શક્તિને તમારા કાર્યમાં લગાવી દો. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. જો કે, કાર્યસ્થળ પર કોઈપ્રકારના વાદ-વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી તમારા ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે.કોઈપણ કાર્યમાં જીવનસાથી અથવા પારિવારિક લોકોની સલાહ લેવી તમારા માટે લાભકારક રહેશે.બદલાતી સિઝનથી ધ્યાન રાખવું.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે તેમજ ખાસ મુદ્દા પર ચર્ચા વિચારણા થશે. આ સમયે પ્રોપર્ટી અથવા અન્ય કોઈ અટવાયેલા કાર્ય સરળતાથી હલ થઈ શકે છે. સોસાયટી સાથે સંબંધિત કોઈ વિવાદિત કેસમાં તમારો પ્રસ્તાવ મહત્ત્વપૂર્ણ રહેશે.તમારી આળસ અને બેદરકારી હંમેશાં તમારા કામમાં વિક્ષેપોનું કારણ છે. તમારા આ અવગુણો સુધારો. કોઈપણ યોજના બનાવતા પહેલા તેના વિશે યોગ્ય રીતે વિચારવું જરૂરી છે.કાર્યક્ષેત્રમાં તમારી હાજરી હોવી જરૂરી છે. કેમ કે કોઈ કર્મચારીનું નકારાત્મક વલણ વાતાવરણને ખરાબ કરી શકે છે. પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં કેટલાક ફેરફાર સંબંધિત યોજનાઓ બનશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.કોઈ જૂના મિત્રની સાથે મુલાકાત થશે તેમજ જૂની યાદો પણ તાજી થશે.સર્વાઈકલ તથા સાંધાની સમસ્યા વધી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમામ જવાબદારીઓને તમારી ઉપર ન લઈને કેટલીક જવાબદારીઓ પરિવારમાં વહેંચવી. તેનાથી તમે તમારા વ્યક્તિગત કાર્યમાં પણ સમય પસાર કરી શકશો અને શાંતિનો પણ અનુભવ મળશે. વાહન અથવા મકાન ખરીદવા માટે લોન સંબંધિત કાર્યવાહી જલ્દી પૂરી થઈ જશે.તમારી મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત ન થવાથી મન ઉદાસ રહેશે. સંતાન સંબંધિત કેટલીક સમસ્યા રહી શકે છે. પરંતુ આ સમયે ગુસ્સો કરવાની જગ્યાએ ધીરજથી પરિસ્થિતિઓને હલ કરવાનો પ્રયાસ કરો.જો તમે કોઈ નવા કાર્ય સંબંધિત યોજના બનાવી છે, તો તેના પર કાર્યવાહી કરવા માટે સમય અનુકૂળ છે. કાર્ય ક્ષેત્રમાં તમે જે પદ પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત અને પ્રયાસ કરવાની જરૂરી છે.પારિવારિક વાતાવરણ આનંદિત રહેશે.ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

કોઈપણ કાર્ય કરવામાં બીજાની સલાહની અપેક્ષા તમારી લાયકાત પર વિશ્વાસ કરો. આજે તમે તમારી દિનચર્યાને શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે પસાર કરશો. જેનાથી કોઈપણ અટવાયેલા કાર્ય પણ ઝડપથી થશે.કામમાં વધારે શિસ્તબદ્ધતા બીજાની સમસ્યાનું કારણ બની શકે છે. યુવાન વર્ગ પોતાની કરિયરને લઈને અસંતુષ્ટ રહેશે. અત્યારે તેમને વધારે મહેનત કરવાની જરૂર છે. જમીન સંબંધિત મામલામાં વિવાદ વધી શકે છે.કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ તથા સહયોગીઓની સલાહને પણ મહત્ત્વ આપો, નિશ્ચિત તમને કોઈ યોગ્ય સમાધાન મળશે. મહિલા વર્ગને કરિયરમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે.ઘરનું વાતાવરણ આનંદિત રહેશે.સ્વાસ્થ્યની દૃષ્ટિઓ સમય વધારે અનુકૂળ નથી. થાક અને ચીડિયાપણું જેવી સ્થિતિ રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે તમારે મહત્ત્વપૂર્ણ કાર્ય આયોજિત રીતે પૂર્ણ થશે. તેનાથી તમને અમુક હદ સુધી શાંતિ મળશે. ઉધાર આપેલા પૈસા પણ પાછા મળવાની સંભાવના છે. યુવાનોને પોતાના પ્રોફેશનલ અભ્યાસમાં યોગ્ય સફળતા મળશે.ધ્યાન રાખવું કે નાની એવી ભૂલ પણ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી તમારી દિનચર્યાને વ્યસ્થિતિ રીતે પસાર કરો. મહિલાઓએ પોતાના માન-સન્માનને લઈને સજાગ રહેવું.વ્યવસાય સંબંધિત તમારા પ્રયાસો તથા પરિશ્રમનું યોગ્ય પરિણામ મળશે. આ સમયે બધી વ્યવસ્થા યોગ્ય રહેશે. સ્ટાફ તથા કર્મચારીઓનો પણ યોગ્ય સહયોગ મળશે. નોકરીમાં તમારા સાથીઓ સાથેના સંબંધોને ખરાબ ન થવા દો.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.નસોમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

તમારી કેટલીક સમસ્યાઓનું સમાધાન સંબંધીઓ તથા પારિવારિક લોકોના સહયોગથી મળશે. ઘરના મોટા વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનનો અમલ કરો. આ સમયે કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાનો પ્લાન બની શકે છે.તમારા વધતા વ્યક્તિગત ખર્ચાઓ પર કાપ મૂકો. રોકાણ કરવા માટે આ સમય યોગ્ય નથી. ઘરની વ્યવસ્થાને લઈને તણાવ રહેશે જેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડી શકે છે.વ્યવસાયમાં ગંભીરતા પૂર્વક કામ કરવાની જરૂર છે. સંગીત, સાહિત્ય, કલા વગેરે સંબંધિત કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં બોસ અને અધિકારીઓની સાથે સંબંધોમાં ખટાસ ન આવવા દો.પતિ પત્નીની વચ્ચે સંબંધો મજબૂત બનશે.શારીરિક રીતે થાક અને કમજોરી મહેસૂસ થશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજનો દિવસ ખાસ કરીને મહિલાઓ માટે અનુકૂળ છે. કાર્ય પ્રત્યે સજાગતા તેમને સફળતા પ્રદાન કરશે. કોઈ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધી તમારી રાહ જોઈ રહી છે, તેથી આ સમયનો સદુપયોગ કરવો.ક્યારેક ક્યારેક નાની વાતોના લીધે ચિંતિત થવાથી ઘરનું વાતાવરણ ખરાબ કરી થઈ છે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. રાજનીતિક અથવા સામાજીક પ્રવૃત્તિઓમાં તમારી છાપ સારી રાખવી જરૂરી છે.આસપાસના વેપારીઓની સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તમારો વિજય થશે. કેટલીક સમસ્યા આવી શકે છે, તેને સરળતાથી હલ કરવાનો પ્રયાસ કરવો. કોઈ સારો ઓર્ડર અથવા ડીલ થાય તેવી અપેક્ષા છે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળશે.પતિ-પત્નીની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.ગેસ તથા એસિડિટીની સમસ્યા સતાવી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે સુખદ અનુભવ થશે. કોઈ સમારોહ અથવા પાર્ટીમાં વ્યસ્ત રહેશો. યુવાનોને ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા મળવાની સંપૂર્ણ અપેક્ષા છે. સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય તમારા માટે યોગ્ય સાબિત થશે.ક્યારેક ક્યારેક ક્રોધ અને ઉતાવળના કારણે કામ ખરાબ થઈ શકે છે. તેથી કોઈના પર વિશ્વાસ ન કરવો. કારણવગર ડર અને બેચેની રહેશે. આ સમયે ખર્ચો પણ વધી શકે છે.કાર્યક્ષેત્રમાં બનાવવામાં આવેલી નીતિઓ અને યોજનાઓનો અમલ કરવાનો અનુકૂળ સમય છે. આળવ ન કરવી. સાથે એ પણ ધ્યાન રાખવું કે બેદરકારીને કારણે કોઈ મોટો ઓર્ડર હાથમાંથી નીકળી ન જાય.મુશ્કેલ સમયમાં મિત્રો તથા પારિવારિક લોકોનો ભરપૂર સહયોગ મળશે.તમારી ખાણીપીણી અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here