આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે પારિવારિક અને આર્થિક ગતિવિધિઓને સમજવામાં તમે વ્યસ્ત રહેશો. પોઝિટિવ પરિણામ મળી શકે છે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવ કરશો.અન્ય લોકોની વાત ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ક્યારેક-ક્યારેક તમે અન્ય લોકોની વાતોમાં આવીને પોતાનું જ નુકસાન કરી શકો છો. આજે પણ ગ્રહ સ્થિતિ થોડી એવી છે એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કામ કરો.નવી પાર્ટીઓ સાથે સંપર્ક બનશે તથા વેપાર સ્થળે થોડા નવા કરાર મળશે.પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.થોડી ઉધરસ જેવી પરેશાની રહી શકે છે.

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કામ વધારે હોવા છતાંય તમને તમારા મન પ્રમાણે તથા રચનાત્મક કાર્યોમાં રસ રહેશે. ઘરમાં રિનોવેશન અને સજાવટને લગતું પરિવર્તન કરશો. સાથે જ બાળકો તરફથી તે કરિયરને લગતા શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરો. તમારી વાણીમાં ક્યારેક ગુસ્સો અથવા કડવાસની સ્થિતિ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. સાથે જ ઘર તથા પોતાના ઉપર વધારે સમય પસાર કરવાના કારણે થોડા મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.વેપારને લગતી કોઈપણ ગતિવિધિઓને લઇને બેદરકારી ન કરો.પરિવારમાં વાતાવરણ ખૂબ જ સુખમય રહી શકે છે.કબજિયાત અને પેટને લગતી થોડી પરેશાની રહેશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં અઢળક કામથી આજે રાહત મેળવવા માટે થોડા જ્ઞાનવર્ધક અને રોચક સાહિત્યને વાંચવામાં દિવસ પસાર થશે. સાથે જ થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ પ્રાપ્ત થશે.ધ્યાન રાખો કે કોઈ કાયદાકીય વિવાદમાં ફસાઈ શકો છો. એટલે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અતિ જરૂરી છે. કોઈપણ મોટું રોકાણ કરતી સમયે પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.ઓફિસમાં અન્ય લોકોના મામલે વધારે ગુંચવાશો નહીં.પતિ-પત્નીમાં મધુર સંબંધ રહી શકે છે.ગેસ અને સાંધામાં દુખાવા જેવી સમસ્યા રહી શકે છે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

બાળકોને લગતું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઈ શકે છે. કોઈ જગ્યાએ અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા આવે તેવી શક્યતા છે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો.ક્યારેક મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચારોની સ્થિતિ રહેશે. રૂપિયા આવતા પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર રહેશે. ધ્યાન રાખો કોઈ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવાની શક્યતા છે.વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.ઘરેલૂ જીવનમાં એક પછી એક પરેશાની આવી શકે છે જેના કારણે થોડો તણાવ રહી શકે છે.માનસિક તણાવના કારણે હોર્મોન્સને લગતા ફેરફાર અનુભવ કરશો.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માટે માન-પ્રતિષ્ઠા વર્ધક રહેશે. તમારી રહેણીકરણી અને બોલચાલની રીત લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. સાથે જ સમાજમાં તમે તમારી છાપને વધારે નિખારશો.આ સમયે કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. કોઈ જમીનને લગતી ખરીદદારી કે વેચાણ કરતી સમયે ધ્યાન રાખો કે કોઈ પ્રકારનું નુકસાન થાય નહીં.વ્યવસાયિક સ્થળે પોતાની હાજરી જરૂરી રાખો.તમારા વ્યસ્ત સમયમાં થોડો સમય પરિવાર અને જીવનસાથી સાથે પસાર કરો.થોડી આંતરિક નબળાઈના કારણે પગમાં દુખાવો રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. ઘરમાં કોઈ શુભ માંગલિક કાર્ય પણ સંપન્ન થવાની યોજના બનશે. કોઈ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરવાથી વિજય પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. આ સમયે ગ્રહ સ્થિતિ થોડી એવી બની રહી છે કે તાંત્રિક ક્રિયાઓ તરફ તમારું ધ્યાન આકર્ષિત થઈ શકે છે. આ વસ્તુઓથી દૂર રહો તો સારું રહેશે.કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જળવાયેલી રહી શકે છે.તમારો પરિવાર પ્રત્યે સહયોગ ન હોવાના કારણે જીવનસાથીનો મૂડ ખરાબ રહી શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવવાની કોશિશ કરો જે પોઝિટિવ રહેશે. પરિવારમાં કોઈ મહત્ત્વપૂર્ણ વિષય અંગે તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાઁ આવશે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધામાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.ભાવનાઓને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઈ તમારા નજીકના મિત્ર કે સંબંધી તમને દગો આપી શકે છે. કોઈને પણ રૂપિયા ઉધાર આપશો નહીં કેમ કે તેના પાછા આવવાની શક્યતા નથી.આર્થિક મામલે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને પરિવારમાં થોડી ચિંતા રહેશે.આજે તમારી અંદર ઊર્જાની ખામી અનુભવ કરી શકો છો.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

ખાસ કરીને આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ અનુકૂળ છે. તમે દરેક પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસથી કરશો. થોડી નવી યોજનાઓ બનશે, સાથે જ ઘરના વડીલોના આશીર્વાદ પણ તમારા ભાગ્યમાં વધારો કરશે.કાર્યભાર વધારે રહેશે પરંતુ તમારી ક્ષમતાનું પણ ધ્યાન રાખો. કામ સાથે-સાથે આરામ લેવો પણ જરૂરી છે. થોડી નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.સ્થિતિ થોડી અનુકૂળ છે. વેપારને લગતી જો કોઈ વિભાગીય તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે.પતિ-પત્નીમાં સંબંધ મધુર રહી શકે છે.લોહી અને પગને લગતી પરેશાની રહી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પ્રોપર્ટી કે કોઈ રોકાણને લગતા કાર્યોની યોજના બની રહી છે તો યોગ્ય સફળતા મળશે. કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળવાથી મન પ્રસન્ન રહેશે. સમાજ તથા રાજનૈતિક કાર્યોમા મહત્ત્વ વધશે. તમારું વર્ચસ્વ દેખાડવાનો આ સમય ઉત્તમ છે.બાળકોને કોઈ પ્રોજેક્ટમાં અસફળતા મળવાથી તણાવ રહેશે, તેમનું મનોબળ જાળવી રાખો. સાથે જ અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો તથા કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો. દુર્ઘટના થવાની શક્યતા છે.થોડી નવી યોજના બનશે. વ્યાપારિક ગતિવિધિઓમાં સુધાર આવી શકે છે.આજે તમારા દરેક કાર્યમાં જીવનસાથીની સલાહ લો.વાતાવરણમાં ફેરફારના કારણે એલર્જી જેવી થોડી પરેશાની થઈ શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ તમારી અનુકૂળ છે. આજે અધ્યાત્મને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે. તમારા જ ઘરમાં નજીકના લોકોના આવવાથી સુખમય વાતાવરણણ રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ સમસ્યાને લગતી ચર્ચા-વિચારણાં પણ થશે.આળસ અને વધારે વિચારવામાં સમય ખરાબ ન કરો. તેનાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. સાથે જ તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો.આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ અને સફળતા આપનારી રહી શકે છે.લગ્નજીવનમાં સંબંધ વધાર ગાઢ બની શકે છે.છાતિમાં થોડા દુખાવાની સ્થિતિ અનુભવ થઈ શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ તમારી અનુકૂળ છે. આજે અધ્યાત્મને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે. તમારા જ ઘરમાં નજીકના લોકોના આવવાથી સુખમય વાતાવરણણ રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ સમસ્યાને લગતી ચર્ચા-વિચારણાં પણ થશે.આળસ અને વધારે વિચારવામાં સમય ખરાબ ન કરો. તેનાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. સાથે જ તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો.આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ અને સફળતા આપનારી રહી શકે છે.લગ્નજીવનમાં સંબંધ વધાર ગાઢ બની શકે છે.છાતિમાં થોડા દુખાવાની સ્થિતિ અનુભવ થઈ શકે છે.

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ તમારી અનુકૂળ છે. આજે અધ્યાત્મને લગતા કાર્યોમાં સારો સમય પસાર થશે. તમારા જ ઘરમાં નજીકના લોકોના આવવાથી સુખમય વાતાવરણણ રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ સમસ્યાને લગતી ચર્ચા-વિચારણાં પણ થશે.આળસ અને વધારે વિચારવામાં સમય ખરાબ ન કરો. તેનાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે. સાથે જ તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે કોઈ સાથે ચર્ચા ન કરો.આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ અને સફળતા આપનારી રહી શકે છે.લગ્નજીવનમાં સંબંધ વધાર ગાઢ બની શકે છે.છાતિમાં થોડા દુખાવાની સ્થિતિ અનુભવ થઈ શકે છે.