આજથી બોર્ડના પેપરોનું મૂલ્યાંકન

જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે: ઉમેદવારોએ ST બસ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે…!
જુનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે લેવાશે: ઉમેદવારોએ ST બસ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે…!
રાજકોટ જિલ્લાના 23 જેટલા કેન્દ્રો પર આજથી બોર્ડના પેપરોનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવશે. આ કામગીરી માટે શિક્ષણ તંત્ર દ્વારા 3 હજાર જેટલા શિક્ષકોના ઓર્ડર પણ કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડના પેપરોની મૂલ્યાંકન કામગીરીમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક પગલાં લેવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

ધોરણ 10માં ગણિતનું પેપર કુવાડવા, વિજ્ઞાનનું પેપર ખામટા, ગુજરાતીનું પડધરીમાં અને સામાજિક વિજ્ઞાન રાજકોટના મવડીમાં આવેલી સરદાર પટેલ વિદ્યામંદિરમાં ચેક થશે. એવી જ રીતે ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર બારદાનવાલા સ્કૂલ, કેમિસ્ટ્રીનું પેપર અમથીબા સ્કૂલ, બાયોલોજી ચૌધરી હાઈસ્કૂલમાં અને ગણિત બાલકિશોર વિદ્યાલયમાં તપાસણી કરાશે. જ્યારે ધોરણ 12 કોમર્સમાં ઈકોનોમિક્સનું પેપર ભૂષણ સ્કૂલમાં, અંગ્રેજી સરકારી કન્યા વિદ્યાલય ધોરાજી, નામાના મૂળતત્ત્વો જી.કે ભરાડ વિદ્યાલય ત્રંબામાં અને સંસ્કૃતનું પેપર રિદ્ધિસિદ્ધિ વિદ્યાલય પડધરી સ્કૂલમાં ચેક થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here